
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા -૦૪ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓના રિપેરિંગની કામગીરી ભુજ નગરપાલિકા દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે. વરસાદથી તૂટેલા રસ્તાઓને મોટરેબલ કરવા માટે જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનો સાથેની ટીમો વિવિધ વિસ્તારોમાં રાત દિવસ કામગીરી કરી રહી છે. નળ સર્કલથી લઈને સ્મૃતિવન અને જી.કે.જનરલ સુધીના રોડનું મરામતનું કાર્ય ભુજ નગરપાલિકા હાથ ધરવામાં આવ્યું હતું. રોડ ઉપર પડેલા ખાડાઓમાં મેટલિંગ કરીને પેચવર્ક કરવામાં આવ્યું હતું.




