KUTCHMANDAVI

કચ્છ પૂર્વ વન વિભાગની ભુજ (દક્ષિણ) રેન્જના ઝુમખા ગામની અનામત જંગલ જમીન પરનું ગેરકાયદેસર ૧૨ એકર જમીન પરનું દબાણ હટાવી વન વિભાગ હસ્તક કબજો લેવામાં આવ્યો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.

માંડવી,તા. ૧૭ ડિસેમ્બર  : કચ્છ પૂર્વ વન વિભાગની ભુજ (દક્ષિણ) રેન્જના ઝૂમખાં અનામત જંગલ સર્વે નંબર:- ૧૩૬ પૈકીની જમીનમાં ૧૨ એકરમાં ભાવનાબેન નીતિનભાઈ બારોટ તથા તેમના પતિ નીતિનભાઈ અનિલભાઈ બારોટ દ્વારા ગેરકાયદેસર દબાણ કરી ખેતીના ઉપયોગમાં જમીન લેવામાં આવતી તે બાબતે ગેરકાયદેસર દબાણ દુર કરવા સારું કચ્છ સર્કલનાં મુખ્ય વન સંરક્ષકશ્રી ડો. સંદિપકુમાર સાહેબની સુચના મુજબ કચ્છ પૂર્વ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી જી.ડી.સરવૈયા સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ મદદનીશ વન સંરક્ષકશ્રી એસ.એ.ગઢવી તથા મદદનીશ વન સંરક્ષકશ્રી, કચ્છ પૂર્વ-ર ના શ્રી બી.પી. ચૌધરી દ્વારા, ભુજ (દક્ષિણ) રેન્જ તથા ભુજ (ઉત્તર) રેન્જની સંયુક્ત ટીમ બનાવી દબાણ દુર કરવાની કામગીરીના આયોજન મુજબ સ્થળપર કરવામાં આવેલ પાકી દિવાલો અન્ય પાકા સ્ટ્રક્ચર તેમજ તેઓ દ્વારા કરવામાં આવેલ વાવેતર દુર કરીને વન વિભાગ દ્વારા તા. ૧૭-૧૨- ૨૦૨૪ ના રોજ કબજો મેળવી રોપા વાવેતરની કામગીરી કરવામાં આવેલ છે. તથા સદર તમામ આયોજનમાં સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી કે.બી.ભરવાડ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ભુજ (ઉત્તર) શ્રી આર.ડી. ગઢવી હાજર રહી દબાણ દુર કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!