ABADASAKUTCH

અબડાસા વિઝાણ મધ્યે અખિલ કચ્છ હિંગોરા સમાજ દ્વારા પાંચમાં સમુહશાદી ના આયોજન માં બત્રીસ યુગલોની નિકાહ પઢાવવામાં આવી.

27-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

અબડાસા કચ્છ :- અબડાસા તાલુકાના વિંઝાણ હાજાપર રોડ પર આવેલા હિંગોરા સમાજવાડી મધ્યે અખિલ કચ્છ હિંગોરા સમાજ ના બત્રીસ યુગલોની નિકાહ પ્રસંગની શરૂઆત તિલાવતએ કુરાનશરીફ થી મૌલાના અબ્દુલખાલક હિંગોરા ખીરસરા વાલાએ કરી હતી ત્યારબાદ સૈયદ હાજીઅમીનશાબાપુએ તમામ યુગલો ની નિકાહ પઢાવી હતી એ પછી અબડાસા કોંગ્રેસ ના મહામંત્રી જામભાસોઢાએ પ્રાસંગિક પ્રવચન આપેલ એ પછી ક્ષત્રિય સમાજ ના મોભી અને કચ્છ જીલ્લા ના રાજકીય આગેવાન એવા કિશોરસિંહ જાડેજાએ.હિંગોરા સમાજ અને ક્ષત્રિય સમાજ ના સંબંધો અને હિંગોરા સમાજનો વતન માટે બલિદાન ના ઈતિહાસનો વર્ણન કર્યું હતું. ત્યારબાદ કચ્છ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી જે.એ.બારોટસાહેબએ સમુહલગ્નમાં જોડાવવા લોકોને અપિલ કરી હતી સમુહલગ્નમાં મળતી ગુજરાત સરકાર દ્વારા સરકારી યોજનાઓ નું વિગતવાર વર્ણન રજુ કરતા જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષથી હિંગોરા સમાજ આ યોજનાઓનું લાભ રહી છે આવીજ રીતે અન્ય સમાજો પણ સરકારી યોજનાઓનો લાભ લેવા આગળ આવે એવી મંચસ્થ સર્વે સમાજના આગેવાનોને જણાવ્યું હતું ત્યારબાદ અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ તમામ નવદંપતિઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આપણો જીલ્લો કોમીએકતા અને ભાઇચારામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવે તેમાં પણ મારો વિધાનસભા વિસ્તાર કચ્છમાં સૌથી આગળછે એનું મને ગર્વછે એની ખુશ્બુ આજે આપણા મંડપમાં આવી રહીછે. ત્યારબાદ સૈયદ સલીમશાબાપુ વિઝાનવી આવેલા હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનોને જણાવ્યું હતું કે આઝાદી વખતે એક મંચ પર આવોજ નઝારો જોઈને આદરણીય મહાત્માગાંધીજી નું દષ્ટાંત આપતા જણાવ્યું હતું કે આજે આપણા મંચસ્થ કચ્છ જીલ્લાના દરેક સમાજ આગેવાનોને જોઈને મંચપર સમગ્ર હિંદુસ્તાન નજર આવી રહ્યો છે ત્યારબાદ બાપુએ જણાવ્યું હતું પાંચ વર્ષના ટુંકાગાળામાં હિંગોરાસમાજએ પાંચ એકર જમીન ખરીદી તેને બિનખેતી કરાવીને સમાજવાડી માં જરૂરિયાત મુજબના બાંધકામોની શરૂઆત કરાવેલ છે જે અન્ય સમાજો માટે પ્રેરણારૂપ દષ્ટાંત રજુ કર્યો છે તેમજ વધુમાં જણાવ્યું હતું કે અમારા ગામ માટે ગૌરવની વાત છે. ત્યારબાદ અખિલ કચ્છ હિંગોરા સમાજના અને હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ હાજીજુણસ ભાઈ દ્વારા કચ્છ મોરબી લોકસભા વિસ્તારના સાસંદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડાના શુભેચ્છા સંદેશનો વાંચન કરવામાં આવેલ અને સમાજ ની મિલકત પર ઉભી થતી સુવિધાઓનું વર્ણન રજુ કરતા જણાવ્યું કે આપણા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાની ભલામણ થી રૂપિયા દસ લાખનો કોમનશેડ મંજૂર થયેલ છે અને સાસંદશ્રી વિનોદભાઈ ચાવડા સાહેબની દ્વારા વીસલાખ રૂપિયાનો કોમ્યુનિટી હોલ મંજૂર કરવાની દરખાસ્ત મોકલવામાં આવી છે અને તેઓ દ્વારા ખાતરી આપી છે કે ટુંક સમયમાં મંજૂર થઈ જશે એવી ખાતરી આપી છે.અબડાસા તાલુકા પંચાયત દ્વારા પાણીના ટાંકા માટે દોઢ લાખ મંજુર કરેલ છે અને ઈન્ટરલોક માટે અઢીલાખ ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. ત્યારબાદ આવેલા તમામ મહેમાનો ને સમિતિ ના સભ્યો દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમુહલગ્નના સદરે જલશા સૈયદ ડોક્ટર હાજી જહાંગીરશાબાપુના વરદહસ્તે સમાજના પ્રથમ નોટરીવકીલ ઈકબાલભાઈ હિંગોરાને સન્માનપત્ર આપેલ અને ફરઝંદ એ મુફતી કચ્છ કાસમશાબાપુએ સાલ ઓઢાડી સન્માનિત કર્યા બાદ સદરે જલશા દ્વારા દુઆએ ખૈર કરી હતી અને સૈયદ અબ્દુલહમીદ બાપુએ સલામ પેશ કર્યું હતું સમુહલગ્ન પ્રસંગે મૌલાના સૈયદ બશીરબાપુ , અબ્દુલમુસ્તાફાબાપુ અને મુફતી એ આઝમ કચ્છ પરીવાર,ભુજ સૈયદ સમાજના મોભી નિશારબાપુ,અબડાસાના માજીધારાસભ્ય ઈબ્રાહિમભાઈ, અબડાસા ભાજપના પ્રતિનિધિ વિક્રમસિંહ જાડેજા, અબડાસા તાલુકાપંચાયત ના પ્રમુખ પ્રતિનિધિ અલીભાઈ કેર, ચેરમેન જાફરભાઈ હિંગોરા, વિપક્ષનેતા મહાવીરસિંહ જાડેજા, અ.ક.હિતરક્ષક સમિતિ પ્રમુખ અબ્દુલભાઈ,ઉ.પ.આદમભાઈ પઢીયાર,ઉ.પ્ર.ઈકબાલભાઈ મંધરા પ્રતિનિધિ જુસબભાઈ બાફણ, ઈબ્રાહિમભાઈ હાલેપોત્રા, ઈસ્માઈલભાઈ બાફણ,તેમજ તાલુકા પ્રમુખ સાલેમામદભાઈ પઢીયાર, આલેરસુલસમાજ ના આગેવાનો તેમજ મોભી સૈયદ ઇબ્રાહિમશા કોઠારા, માંડવી તાલુકાના ક્ષત્રિય અગ્રણી નરેન્દ્રસિંહ જાડેજા, સુમરા સમાજના પ્રમુખ હાજીઅલાનાભાઈ,જત સમાજના મહામંત્રી ઈબ્રાહિમભાઈ, પઢીયાર સમાજના આગેવાન દાઉદભાઈ, નખત્રાણા તાલુકાપંચાયતના સભ્ય ઓસમાણભાઈ, કચ્છ જીલ્લા કોંગ્રેસના આગેવાન સૈયદ અશરફશા ભુજ,હાલેપોત્રા સમાજના પ્રમુખ મુસાભાઈ, કચ્છ જીલ્લા યુવાભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા તા.પં. સભ્યશ્રી દાદાભાઈ, જયેન્દ્રસિંહ, શંકરભાઈ પટેલ, અંજારના હનીફશા શેખ,વિઝાણ ગામના આગેવાનો સરપંચ સજ્જનસિંહ, ગીરીરાજસિંહ, દેવેન્દ્રસિંહ, તાલબભાઈ ખત્રી, રામજીભાઈ, ભુજ મુસ્લિમ સમાજના આગેવાનો ઈન્તેખ્વાબબાપુ,જાવેદ બાપુ,મોહિબબાપુ, ઈસ્માઈલભાઈ કોરેજા,મજીદપઠાણ, રોશન ચાકી,ચૌહાણ સાહેબ, મુન્દ્રા તાલુકાના મુસ્લિમ મોભી તુર્ક હાજી ફકીરમામદભાઈ સહિતના દરેક સમાજ ના આગેવાનો તેમજ આસપાસના વિસ્તારના સરપંચશ્રીઓ અને તાલુકા પંચાયત ના સદસ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર સંચાલન મૌલાના મુસ્તાક ભાઈ અને મૌલાના હાજી સુલેમાનભાઈએ કરી હતી અને વ્યવસ્થા સંસ્થાના મહામંત્રી ખાલકભાઈ હિંગોરા અને ખજાનચી હુસૈન સાહેબ સાથે સમગ્ર સમિતિ ના સદસ્યો અને સમાજની યુવા ટીમ એ કરી હતી તેમજ હિંગોરાસમાજના ગુજરાત પોલીસ ના પી.એસ.આઈ હાજીઈશાકભાઈ અને એ.એસ.આઈ. ઓસમાણભાઈ એ ખાસ હાજરી આપી હતી તેમ રજાકભાઈ હિંગોરા જણાવ્યું હતું

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!