ANJARKUTCH

ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી નો પ્રોગ્રામ યોજાયું

નાગલપુરમાં દારૂ ચોરી અને જુગાર બંદ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી

રીપોર્ટ : હાજી અલી નવાઝી

મોટી નાગલપુર ગામ મધ્ય અંજાર પોલીસ સ્ટેશનના PSI આર.સી.રામાનુજ મેડમ ના અધ્યક્ષ સ્થાને કાનૂની સમજણ માટે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી નો પ્રોગ્રામ યોજવામાં આવ્યું ત્યારે જેમાં જમાદાર પ્રલાદસિંહ ચુડાસમાં અને કોસ્ટેબલ મનસુખ સાથે ગામના સરપંચ જયસુખ જેઠવા. ઉપ હેતલબેન આહીર. અને સદસ્ય ચંદ્રકાંત વેગડ, સદસ્ય હરજી ભાઈ ભીલ તેમજ સમાજિક આગેવાન રોશનઅલી સાંધાણી, ચંદ્રગીરી બાવાજી, નરેશભાઈ થારું, ભારત ભાઈ સોની, રામજી પટેલ. લાછા ભાઈ, હાજર રહ્યા હતા ત્યારે ગામના સરપંચ જયસુખ જેઠવા એ ગામમાં પોલીસ પેટ્રોલિંગ માટે જણાવ્યું હતું અને ગામના આગેવાન ચંદ્રગિરી બાવાજી એ દારૂ બંદ કરાવવા જણાવ્યું હતું તેમજ મહેશ્વરી સમાજ આગેવાન નરેશ ભાઈ થારું દ્વારા જણાવામાં આવ્યું હતું કે તેઓ ગામમાં દારૂ બંદ કરાવવા લેખિત રજૂઆતો કરી છે પરંતુ હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી તત્કાલિક કાયૅવાહી કરવા આવે તેમજ સામજિક આગેવાન રોશનઅલી સાંધાણી
દ્વારા રજૂઆત કરતા જણાવ્યું હતું નાગલપુર ગામના નાકા થી ગામની મેન બજાર વિસ્તારમાં અનેકવાર લોકો દારૂ પીતા હોય છે જેથી નજદીકના સ્કૂલ. બેંક. મંદિર. મસ્જિદ સમાજવાડી. હોવાથી લોકો નો અવરજર વધારે હોય છે ત્યારે મહિલાઓ, સ્કૂલની છોકરીઓ તેમજ ગ્રામજનો વધારે તકલીફ થાય છે એટલે નાગલપુરમાં દારૂ ચોરી અને જુગાર બંદ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યાર અંજાર પોલિસ સ્ટેશનના PSI આર.સી.રામાનુજ મેડમ સાહેબ એ આવી સમસ્યાઓ તાત્કાલિક ધોરણે નીરકરણ લાવીશું અને ગામમાં દરોજ પોલિસ ની ગાડી પેટ્રોલીંગ માટે પણ આવશે આવે જણાવ્યું હતું ત્યારે ગામના ઉપસરપંચ હેતલબેન વિશાલ આહીર એ આભારવિધી કરી પ્રોગ્રામ ને સમાપ્ત કરું હતું,

 

Back to top button
error: Content is protected !!