PANCHMAHALSHEHERA

*શહેરા તાલુકાના વિજાપુર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મૈત્રી કરાર ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજવામાં આવી

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

 

 

શહેરા તાલુકાના વિજાપુર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણ પરિવાર દ્વારા દર વર્ષે ફીટ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. આજરોજ યોજાયેલ સમાપન સમારોહમાં મારુતિ ટીમ્બર માટૅ શહેરા વતી ધનસુખભાઈ પટેલ અને મિત પટેલ, બી.આર.સી. શહેરા રાકેશભાઈ પટેલ, બીટ કે ની. સરદારભાઈ , ઘટક સંઘ પંચમહાલ ઉપપ્રમુખ કિર્તીભાઇ પટેલ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ શહેરા અધ્યક્ષ મિતેષ પટેલ , મંત્રી અમિત શર્મા , હેડ ટીચર સુચિત સંઘ અધ્યક્ષ અહેમદભાઈ પટેલ ,ઉપાધ્યક્ષ મિનેશ ભાઈ પટેલ ,તાલુકા ઘટક સંઘ શહેરા ઉપાધ્યક્ષ પિંકેશભાઈ સહિત સંગઠનના હોદ્દેદારો ,શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. ટુર્નામેન્ટમાં તમામ પ્રકારની ટ્રોફીના દાતા ધનસુખભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું. શહેરા તાલુકાની ચોથી વાર યોજાયેલ ટુર્નામેન્ટમાં સતત ચોથી વખત તમામ પ્રકારની ટ્રોફી મારુતિ ટીમ્બર માટૅ શહેરા દ્વારા આપવામાં આવેલ છે. સતત બીજા વર્ષે પણ પ્રેરણા ચેરીટેબલ ટ્રસ્ટના ડો.વિજયભાઈ પટેલ

જય જલારામ આયુર્વેદ અને હોમીઓપેથી મેડિકલ કોલેજ દ્વારા ડાયરી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. તેમજ ટુર્નામેન્ટ માટે આર્થિક રીતે તેમજ ટ્રોફીના સહયોગ બી.આર.સી. રાકેશભાઈ પટેલ , કિર્તીભાઇ પટેલ , પિંકેશ પટેલ , શનાભાઈ ડામોર , અરવિંદભાઈ પંચાલ ,મિનેશ પટેલ , શહેરા ઘટક સંઘ , પ્રાથમિક શૈક્ષિક સંઘ શહેરા , સુચિત હેડ ટીચર સંઘ , નવી સુરેલી ક્રિકેટ ટીમ તેમજ મારુતિ ટીમ્બર માટૅ દ્વારા મળ્યો છે. તેમજ રાજેશભાઈ અને કબીરભાઈ તરફથી મેદાન માટે સહયોગ અને સુવિધા આપેલ હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુખ્ય આયોજક જયપાલસિંહ બારીઆ, સહ આયોજક અમિત શર્મા તેમજ અશોક પરમાર , મનીષભાઈ ગામીત , ધર્મેન્દ્રભાઈ ગામીત ,પિયુષ પટેલ દ્વારા કરવામાં આવ્યું. ફાઇનલ મેચમાં દલવાડા અને ખોજલવાસા પગાર કેન્દ્રની ટીમ વચ્ચે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. બન્ને ટીમના ખેલાડી સહિત મહાનુભાવો દ્વારા રાષ્ટ્રગીત ગાન બાદ મેચ શરૂ કરવામાં આવી.ખોજલવાસાની ટીમ વિજેતા બની. સમગ્ર ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ કરવામાં આવેલ હતું. વિજેતા ટીમના તમામ ખેલાડીઓને મેન ઓફ ધ મેચ વિકી પલાસ બન્યા.બેસ્ટ બેટ્સમેન – મેન ઓફ ધ સિરીઝ ,મનીષ ગામીત, બેસ્ટ બોલર પંકજભાઈ ને એવોર્ડ આપવામાં આવ્યા. આયોજક મિત્રો દ્વારા તમામ ભાગ લીધેલ ટીમ ને ટ્રોફી ભેટ આપવામાં આવી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!