BHUJKUTCH

ગાંજાના ગુનાના વોન્ટેડ આરોપીઓને ભુજ તથા ગાંધીધામ ખાતેથી ઝડતી પાડતી એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ.

૨૫-મે

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- તા.૨૩/૦૫/૨૦૨૩ના રોજ ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટે.દાખલ થયેલ બી પાર્ટ ગુ.૨.નં. ૧૧૨૦૫૦૪૩૨૩૦૫૨૮/૨૩, એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૦(બી), ૨૯ મુજબનો પેરોલ-ફર્લો સ્કવોડ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે ગાંજો ૬૦૦ ગ્રામ કિ.રૂ.૬૦૦૦/- ની મતાનો શોધી કાઢેલ હોય અને આગળની વધુ તપાસ એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ- ભુજનાઓ તરફ ડેપ્યુટ થતાં તપાસ કરનાર અમલદાર પો.સ.ઇ.શ્રી એન.ડી.જાડેજા દ્વારા આ ગુના કામે સંડોવાયેલ અને વોન્ટેડ આરોપીઓ (૧) હર્ષદ ઉર્ફે ચીનો જયંતીભાઇ રાઠોડ,(ઉ.વ.૨૩), રહે. રઘુવંશીનગર, ભુજ તથા (ર) રાજુ ઉર્ફે રાજેશ ઉર્ફે બકરી લક્ષમણભાઇ દેવીપુજક(ઉ.વ.૩૭) રહે.કાર્ગો ઝુંપડપટ્ટી, ગાંધીધામનાઓને ઉપરોકત ગુનાના કામે ઝડપી પાડી દિન-૦૧ ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ ચાલું છે. કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ-પો.ઇન્સ.વી.વી.ભોલા, પો.સ.ઇ.શ્રી એન.ડી.જાડેજા, એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ જાડેજા, જોરાવરસિંહ જાડેજા, દિનેશભાઇ ગઢવી, પો.હે.કો. નરેન્દ્રસિંહ ઝાલા,મદનસિંહ જાડેજા,રઘુવીરસિંહ જાડેજા,ગોપાલભાઇ ગઢવી,ચેતનસિંહ જાડેજા,રજાકભાઇ સોતા,ધર્મેન્દ્રસિંહ ગોહિલ,મહિપતસિંહ સોલંકીનાઓએ સદર કાર્યવાહી કરેલ છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!