ANJARKUTCH

એ.આર.ટી.ઓ કચેરી અંજાર દ્વારા જૂન-૨૦૨૪ માસનો વાહનોનો ફિટનેસ રિન્યૂ કેમ્પ યોજાશે

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-અંજાર કચ્છ.

અંજાર ,તા-06 જૂન : પૂર્વ કચ્છ એ.આર.ટી.ઓ.ની કચેરી અંજાર દ્વારા જૂન-૨૦૨૪ માસનો વાહનોનો ફિટનેસ રીન્યુ કરાવવાનો કેમ્પ તા.૧૨/૦૬/૨૦૨૪ના રોજ ભચાઉ અને તા.૨૬/૦૬/૨૦૨૪ના રોજ રાપર ખાતે યોજવામાં આવશે. આ કેમ્પના સ્થળે સવારે ૧૧:૦૦ કલાકથી ૦૨:૦૦ કલાક સુધી તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ રીન્યુ કરી આપવાની કામગીરી કરી આપવામાં આવશે તેમજ એ.આર.ટી.ઓ. અંજાર કચેરીએ પણ આ કામગીરી કરી આપવામાં આવશે તેવું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અંજાર-કચ્છ દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!