GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ઇન્દિરાનગરમાં સ્વચ્છતાનો અભાવ: રોગચાળાનો ભય, વોર્ડ નં.3માં સફાઈ કામગીરીની માંગ ઉઠી.

 

તારીખ ૧૨/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકાના વોર્ડ નં. 3 માં આવેલ ઇન્દિરાનગરના અનેક સ્થળોએ ગંદકીના ઢગલા અને લાંબા સમયથી ભરાયેલા ગંદા પાણીના કારણે સ્વચ્છતા અને જાહેર આરોગ્ય અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે. દુઃખની વાત એ છે કે આ વિસ્તારની નજીક નંદઘર (આંગણવાડી) આવેલું છે, જ્યાં નાના બાળકો રોજ આવે છે.આવી પરિસ્થિતિમાં મચ્છર અને અન્ય જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતા રહે છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઉલટી જેવા ચેપી રોગોનું જોખમ વધી શકે છે. જો ચાંદીપુરા વાયરસ ફેલાવતા વાહકો (જેમ કે સેન્ડફ્લાય) હાજર હોય તો તે અંગેનું જોખમ પણ વધવાની સંભાવના રહે છે.કાલોલ નગરપાલિકા અને આરોગ્ય વિભાગને આ વિસ્તારના રહીશો ની માંગ છે કે તાત્કાલિક ગંદકી દૂર કરવામાં આવે ભરાયેલું પાણી કાઢી યોગ્ય નિકાલ કરવામાં આવે,મચ્છર નિયંત્રણ માટે ફોગિંગ તથા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે,નંદઘર (આંગણવાડી) અને આસપાસના વિસ્તારને સ્વચ્છ, સુરક્ષિત અને આરોગ્યપ્રદ બનાવવામાં આવે,નિયમિત સફાઈ અને દેખરેખની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. જવાબદાર તંત્ર આ ગંભીર સ્વચ્છતા સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે તેવી વિસ્તારના સ્નાથાનિક ગરિકોની લોકમાગણી છે.

Back to top button
error: Content is protected !!