હાલોલ નગરમાં નીકળી ભગવાન શ્રી જગન્નાથની 39 ભવ્ય રથયાત્રા,મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૬.૨૦૨૫
હાલોલ નગર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની ૩૯, મી રથયાત્રા હાલોલ રથયાત્રા ઉત્સવ સમિતિ, હિન્દૂ સંગઠનો, વિશાળ સંખ્યામાં નગરજનો તેમજ વહીવટી તંત્ર તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરના રાજમાર્ગો પર નીકળી હતી.અષાઢી બીજ ના રોજ નગર રાજમાર્ગો ખાતે ભવ્ય રથયાત્રા નીકળી હતી.જેમાં શણગારેલા રથ માં બિરાજમાન ભગવાન શ્રી જગન્નાથજી, ભ્રાતા બલભદ્ર અને ભાગીની શુભદ્રજી રથમાં બિરાજમાન થઈ નગરચર્યા કરવા નીકળ્યા હતા.અષાઢ સુદ બીજ ના શુભ દિને હાલોલ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભગવાન શ્રીજગન્નાથજીની ૩૯,મી રથયાત્રા હાલોલ નગર ખાતે બપોરે ૪.૩૦ કલાકે ભક્તિ સભર વાતાવરણમાં ભગવાન શ્રી જગન્નાથ, ભ્રાતા બલભદ્ર અને ભગિની સુભદ્રાજી ની શાસ્ત્રોક વિધિવત સંતો – મહંતો ના આશીર્વાદ અને તેમનીઉપસ્થિતિમાં ભક્તો દ્વારા તેમની પૂજા અર્ચના પ્રાર્થના આરતી કરી આવો ખેંચો ભગવાનનો રથ, ઉજ્જવળ બનાવો જીવન પથ ના સંકલ્પ સાથે જય રણછોડ માખણ ચોર ના નારા સાથે સંતો-મહંતો જેમા હાલોલ કજરી રામજી મંદિરના મહંત શ્રી રામશરણદાસજી મહારાજ,હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા ભક્તોની ઉપસ્થિતિમાં હાલોલ નગરના મંદિર ફળિયા ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.રથયાત્રા મંદિર ફળિયા ખાતેથી મેન બજાર, ચોકસી બજાર, ટાઉન હોલ,થઈ બોમ્બે હાઉસ તળાવ રોડ, બસ સ્ટેન્ડ થઈ કંજરી રોડ ચાર રસ્તા, બગીચા તરફ થઈ મંદિર ફળિયા ખાતે પરત હતી.આ શુભ પ્રસંગે રથયાત્રામાં સંતો મહંતો, નગરના આગેવાનો તેમજ નગરની જુદી-જુદી સામાજિક સંસ્થા અને સંગઠનના લોકો તેમજ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.આ ઉપરાંત આદીવાસી નૃત્ય,વીવીધ વેશભૂષા સાથે શાળાના બાળકો અને નૃત્ય ટીમ પણ જોવા મળી હતી.જ્યારે રથયાત્રામાં પ્રસાદ તરીકે ૩૦૦, કીલો ઉપરાંત મગ, જાંબુનો પ્રસાદ બનાવી ભક્તોને વીતરણ કરવામાં આવ્યો હતો.આ શુભ પ્રસંગે લઈ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ પણ પ્રકારનો કોઈ અનિછીય બનાવ ન બને તે માટે રથયાત્રા ના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.જ્યારે હાલોલ નગરની ભવ્ય રથયાત્રામાં ઉજ્જૈનથી ભસ્મ આરતીની ડમરૂ ટીમ પખાવજ ઢોલ સાથે ધૂમ મચાવી હતી રથયાત્રામાં ભસ્મ આરતીની ડમરું ટીમે આકર્ષણ જમાવ્યું હતું.