સાયલા તાલુકાના મોટા કેરાળામા ગ્રામજનો ક્રસરની ડસ્ટથી પરેશાન અંગ રજૂઆત કરાઈ

તા.04/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના મોટા કેરાળા ગામ વિસ્તારમાં સ્ટોન ક્રશર અને પથ્થરની ખાણ આવેલી છે રાત દિવસ ધમધમતા સ્ટોનને કારણે કસરની ડસ્ટ રજકણો ઉત્પન્ન થતા હોય છે એ રજકણો મોટા કેરાળા ગામ તરફ સતત આવતી હોય છે જેથી ગામમાં આવેલ ખેતીલાયક જમીનને અને કૃષિ પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને ઉદ્યોગની આસપાસ રહેલી જમીનમાં કોઈ ઉત્પાદન થતું નથી, આ બાબતે મોટા કેરાળા ગામના સરપંચ વિપુલભાઈ બાર, દિલીપભાઈ પરમાર, ગણપતભાઈ બાર, માયાભાઈ ઝાપડિયા સહિતના ગ્રામજનોએ સાયલા મામલતદારને લેખિત આવેદન આપીને ક્રશર ઉદ્યોગની સતત રજકણો આવતા હોવાથી ગ્રામજનોના સ્વાસ્થ્ય ઉપર પણ મોટો ખતરો ઊભો થયો છે આના લીધે ભવિષ્યમાં શ્વાસને લગતી બીમારીઓ થવાની સંભાવનાઓ રહેલી છે આ સ્ટ્રોન ક્રશરો પોલ્યુશનના એક પણ નિયમનું પાલન કર્યા વગર બેફામ રીતે ચાલી રહ્યા છે વધુમાં ગ્રામજનોએ ખેતી અને સ્વાસ્થયને બચાવવા આપ દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી વિનંતી કરી હતી આ બાબતે 15 દિવસમાં કોઈ પણ પગલા નહીં લેવાય તો કચેરી સામે ભૂખ હડતાળ ઉપર બેસવાની પણ ચીમકી આપી હતી.


