ARAVALLIGUJARATMODASA

મોડાસા રૂરલ પો.સ્ટે વિસ્તારના પાદર ગામની સીમમાં ધારેશ્વર મહાદેવ મંદીર નજીકથી ક્રેટા ગાડીમાં LCB એ 1.90 લાખનો દારૂ ઝડપ્યો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા રૂરલ પો.સ્ટે વિસ્તારના પાદર ગામની સીમમાં ધારેશ્વર મહાદેવ મંદીર નજીકથી ક્રેટા ગાડીમાં LCB એ 1.90 લાખનો દારૂ ઝડપ્યો

મોડાસા રૂરલ પો.સ્ટે વિસ્તારના મોજે પાદર ગામની સીમમાં ધારેશ્વર મહાદેવ મંદીર નજીક હુન્ડાઈ કેટા ગાડીમાંથી ભારતીય બનાવટનો ઈગ્લીંશ દારૂ તથા બીયરની આખી પેટીઓ ફુલનંગ-26 તથા છુટી બોટલો/ટીન મળી કુલ બોટલો નંગ-647 જેની કિંમત.રૂ.1,90,565/-નો પ્રોહી મુદ્દામાલ તથા ક્રેટા ગાડી કિ.રૂ.5,00,000/-મળી કુલ કિ.રૂ.6,90,565/-નો મુદ્દામાલ LCB પોલીસે ઝડપી પાડ્યો

અરવલ્લી એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો મોડાસા રૂરલ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા લાલપુર થી વાંટડા ટોલનાકા તરફના રસ્તે દાવલી ગામની સીમમાં જતાં વાંટડા ટોલનાકા તરફના રોડ બાજુથી એક સફેદ કલરની હુન્ડાઇ ક્રેટા કાર નં. GJ.27.BE.4099આવતાં સદરી હુન્ડાઇ ક્રેટા કાર શંકાસ્પદ લાગતા સદરી કારના ચાલકને પોતાની ક્રેટા કાર ઉભી રાખવા સારૂ સરકારી વાહનની ડીપર લાઇટ મારી ઉભી રાખવા સારૂ ઇશારો કરતાં હુન્ડાઇ ક્રેટા કારના ચાલકે પોતાની ક્રેટા કાર સરકારી વાહનની રોડ સાઇડમાંથી કટ મારી લાલપુર-સરડોઈ તરફના રોડ તરફ ભગાડેલ જેથી પોલીસ સ્ટાફના માણસોએ સદરી હુન્ડાઇ ક્રેટા કાર શંકાસ્પદ હોઇ હુન્ડાઇ ક્રેટાનો સરકારી વાહનથી પીછો ચાલુ કરતાં હુન્ડાઈ ક્રેટા કારના ચાલકે પોતાની કાર સરડોઈ હાઈસ્કુલ પહેલા ધારેશ્વર મહાદેવ મંદીર તરફ સ્માશન નજીકથી પસાર થતા પાદર ગામ તરફ જતા રોડે ભગાડેલ. હુન્ડાઈ ક્રેટા કારનો પીછો ચાલુ રાખતાં હુન્ડાઇ ક્રેટા કારના ચાલકે પાદર ગામથી આગળ કાચા રસ્તે થઈ ડુંગરોની વચ્ચે આવેલ પાદર ગામની સીમમાં ધારેશ્વર મહાદેવ મંદીર નજીક જઈ પોતાની હુન્ડાઇ ક્રેટા ચાલકે પોતાની કાર કાચા રસ્તે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં રોડ સાઇડમાં આવેલ ડુંગરની પાળી સાથે ક્રેટા કારનો આગળનો ભાગ ટક્કર વાગતાં કાર ઉભી રહી જતા કારમાંથી તેનો ચાલક તથા બાજુમાં બેઠેલ એક ઇસમએ રીતેના બન્ને જણા ગાડીમાંથી ઉતરી નાસવા લાગેલ જેથી સદરી બન્ને ઇસમોને પકડવા સારૂ પીછો કરતાં ચાલક તથા તેની સાથેનો ઇસમએ રીતેના બંને ડુંગરો કોતરોમાં આવેલ ઝાડીઓમાં સંતાઇ નાસી ગયેલ અને પકડાયેલ નહી.જેથી સદરી મુકી નાસી ગયેલ હુન્ડાઈ ક્રેટા કાર પાસે આવી જોતા ગાડીનો આગળનો બમ્પરનો ભાગ તથા બોનટનો ભાગ વિગેરે તુટી ગયેલ હતુ સદરી ક્રેટા કારની આગળ પાછળનું પ્લેટમાં GJ.27.BE.4099 નો રજીસ્ટ્રર નંબર લખેલ હતો.અને સદરી હુન્ડાઈ ક્રેટા કાર ખુલ્લી હોઈ જેના દરવાજા ખોલી જોતા વચ્ચેની શીટ ના ભાગે તેમજ પાછળની ડીકીમાં ઇંગ્લીંશ દારૂ તથા બીયરની પેટીઓ ભરેલ હતી જે ઇંગ્લીશ દારૂ તથા બીયરની પેટીઓ સદર ક્રેટા કારના ચાલકે પોતાની ક્રેટા પુરઝડપે હંકારી લઇ આવતાં રોડ સાઇડમાં ડુંગરની પાળી સાથે ટકરાવતાં અંદર ભરેલ ઇગ્લીંશ દારૂ તથા બીયરની પેટીઓ તુટી જવાના કારણે બોટલો/તેમજ બીયર ટીન ફુટી ગયેલ હતા.જે ઇગ્લીંશ દારૂ તથા બીયરની પેટીઓ સદરી હુન્ડાઈ ક્રેટા કોરનો ચાલક તથા તેની સાથેનો ઇસમ એ રીતેના બંને ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે ભરી લઇ આવી મુકી નાસી ગયેલ હોઇ સદરી જગ્યા અવાવરૂ હોઇ ગાડીમાં ભરેલ ઇગ્લીશ દારૂ તથા બીયરની પેટીઓ નીચે ઉતારી ગણવી હિતાવહ જણાતો ન હોઈ જેથી સદરી હુન્ડાઈ ક્રેટા ગાડીને એલ.સી.બી ઓફીસ કંપાઉન્ડમાં આવી ગાડીમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નીચે ઉતારી ગણી જોતાં ઈગ્લીંશ દારૂ તથા બીયરની આખી પેટી નંગ-૨૬ જેમાં કુલ બોટલો/ટીન નં-૫૮૮ તથા છુટી બોટલો / ટીન નંગ-૫૯ મળી કુલ બોટલો નંગ-૬૪૭ જેની કિ.રૂ.૧,૯૦,૫૬૫/-નો પ્રોહી મુદ્દામાલ તથા હુન્ડાઇ ક્રેટા ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-મળી જેની કુલ કિ.રૂ.૬,૯૦,૫૬૫/-નો મુદ્દામાલ કબ્જે કરી જે અંગે મોડાસા રૂરલ પો.સ્ટેમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે

Back to top button
error: Content is protected !!