સુરેન્દ્રનગર મનપાની ફાયર વિભાગની ટીમ દ્વારા 60થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયુંઃ મનપા તંત્ર મુશળધાર વરસાદ વચ્ચે સતત કાર્યરત

તા.01/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિસ્તારમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો છેલ્લા આશરે 4 કલાકમાં થયેલા ભારે વરસાદને પગલે મહાનગરપાલિકા તંત્ર દ્વારા નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારો તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી માન. મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી વધુમાં ગણપતિ ફાટસર નજીક સંવિધાન સોસાયટીમાં વરસાદી પાણીમાં ફસાયેલા આશરે 55 નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વહેલી સવારે નવા જંકશન, સ્વામિનારાયણ મંદિર પાસે રહેણાક મકાનમાં ફસાયેલા 3 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેમજ કેરાળા ગામે નદીના સામા કાંઠે ખેતરમાં ફસાયેલા એક પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું માન. મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવના માર્ગદર્શન હેઠળ ફાયર ઓફિસર દેવાંગભાઈ દુધરેજીયા તથા તેમની ટીમ દ્વારા સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવું અને સલામત સ્થળે રહેવું વરસાદી પાણી ભરાયેલા વિસ્તારો તથા નદી-નાળા નજીક જવાનું ટાળવું વધુમાં ભોગાવો નદીમાં પાણીની આવક વધતા જિલ્લા પંચાયતથી સર્કિટ હાઉસ સુધીના બ્રિજ, જોરાવરનગર બ્રિજ તથા એમ. પી. શાહ આર્ટસ કોલેજના બ્રિજ પર વાહનવ્યવહારની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે શહેરીજનોએ મહાનગર પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરી સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.




