GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

એલસીબી પોલીસે કાલોલ તળાવની પાળ પાસે આક ફરક નો આંકડો લખતા ઈસમને મુદામાલ સાથે ઝડપી પાડ્યો.

 

તારીખ ૩૦/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ગોધરા એલસીબી પોલીસ સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી કે કાલોલ તળાવની પાળ પાસે એક ઈસમ જાહેરમાં ખુલ્લામાં આંક ફરક નો આંકડો લખી પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે રેડ કરતા કેટલાક ઈસમો નીચા નમીને કંઈક લખાવતા જોવા મળ્યા અને એક ઈસમ જાહેરમાં ખુલ્લામા કંઈક લખતો હોય પોલીસે પકડવા જતા લખાવનાર ઈસમો નાસી ગયા હતા અને લખનાર ઈસમ પકડાઈ ગયો હતો પોલીસે નામ પુછતા જાબીરશાહ સબ્બીરશા દિવાન હોવાનુ જણાવ્યું હતુ પોલીસે તેની પાસેથી આંકડો લખેલી સ્લીપ બુક અને બોલપેન સાથે કાર્બન પેપર અને રૂ ૧૧૩૦/ રોકડા કબજે કરી કાલોલ પોલીસ મથકે જુગારધારા ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

Back to top button
error: Content is protected !!