કાલોલના નેવરીયા ગામે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે રોડ ની બાજુમા નાળા મા હત્યાનો આરોપી એલસીબી પોલીસે પકડી પાડ્યો
તારીખ ૨૪/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના નેવરીયા ગામે આથમણા ફળિયામાં રહેતા ગોપાલભાઈ ઉ. વ.૪૦ ની લાશ બુધવારે નેવરીયા ગામે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે રોડ ની બાજુમા સિમેન્ટ ના નાળાની અંદર થી મળી આવેલ કોઈક અજાણ્યા ઈસમ દ્વારા ગોપાલભાઈ ખુમાનસિંહ પરમાર ઉ.વ.૪૦ ને માર મારી મોત નીપજાવી પુરાવાનો નાશ કરવાના ભાગ રૂપે મૃતકની લાશને નાળાની અંદર છુપાવી દેવાઈ હોવાના ગુના બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ગોધરાના એલસીબી પોલીસ સ્ટાફ ને વિશ્વાસુ બાતમીદાર તરફથી એવી હકીકત જાણવા મળેલ કે આ હત્યામાં અલ્પેશ ઉર્ફે અનિયો સુરેશભાઈ ચુનારા રે.વચલુ ફળિયું નેવરીયા તાલુકો કાલોલ સંડોવાયેલો છે જે આધારે તપાસ કરતા તે મળી આવેલ તેને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા તેણે જણાવેલ કે ૨૧ જાન્યુઆરીના રોજ બપોરના ચાર કલાકે તેને મૃતક ગોપાલભાઈ સાથે બોલાચાલી ઝઘડો થયેલ અને ત્યારબાદ સાંજે સાત કલાકે ગોપાલભાઈ તેને ફરી મળતા ઝઘડો તકરાર થતા જમીન ઉપર પડેલો પથ્થર લઈને ગોપાલભાઈ ને પકડીને માથાના પાછળના ભાગે મારતા તેને લોહી નીકળ્યું હતું અને તે નીચે પડી ગયો હતો તે બાદ ચારેક વખત માથાના પાછળના ભાગે પથ્થર મારી મોત નીપજાવી તેને ઢસડીના મુંબઈ દિલ્હી હાઇવે ના બાજુમાં આવેલા નાળામાં સંતાડી દીધો હોવાની કબુલાત કરતા એલસીબી પોલીસ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાયેલ હત્યાના આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો.