LCB પોલીસે કાલોલ પોલીસ સ્ટેશનના પશુ અત્યાચારના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો.

તારીખ ૦૨/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ ક્રૂરતા અને અત્યાચારના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.પંચમહાલ ગોધરાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વોરાની સૂચના મુજબ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં હતા.દરમિયાન, એલ.સી.બી. ગોધરાના આર્મડ પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઇ નારણભાઇને બાતમીદાર (હ્યુમન સોર્સીસ) મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે કાલોલ પોલીસ સ્ટેશનના ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ નો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઇરફાન અબ્દુલમજીદ પાડવા ઉર્ફે વેજલીયો (રહે. સાતપુલ, અકસા મસ્જિદ પાસે, ગોધરા) હાલમાં ગોધરાની ઝાકીર હુસેન સ્કૂલ પાસે ઉભેલો છે. તેવી મળેલી ચોક્કસ બાતમીના આધારે LCB ના પો.સ.ઈ. એચ.આર. જેતાવત તથા તેમની ટીમે ઝાકીર હુસેન સ્કૂલ પાસે ખાનગી વોચ ગોઠવીને આરોપી ઇરફાન અબ્દુલમજીદ પાડવા ઉર્ફે વેજલીયાને કોર્ડન કરી ઝડપી લીધો હતો. આરોપીને હસ્તગત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે કાલોલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.







