GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

LCB પોલીસે દેલોલ ચોકડી પાસેથી આઇશર ટેમ્પામાં સંતરા ની આડમાં લઈ જવાતો રૂ ૪૨ લાખનો દારૂ સહિત ૫૩,૫૯,૮૨૦/ નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો.

 

તારીખ ૧૧/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

એલસીબી પીએસઆઇ એસ આર શર્મા પોલીસ સ્ટાફ બુધવારે રાત્રે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી કે કાલોલ તાલુકાના દેલોલ ચોકડી પાસે આવતા બાતમી મળી કે ગોધરા તરફથી આઇશર નંબર એચ આર ૫૭ એ ૧૮૧૩ મા સંતરાના કેરેટો ની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખીને વડોદરા તરફ જનાર છે જે આધારે પોલીસે વોચ ગોઠવી હતી બાતમી મુજબની આઇશર આવતા તેને રોકી તપાસ કરતા ડ્રાઈવર સોહનલાલ ઉર્ફે સોનુ બુધારામ બિશનોઇ રે. બાડમેર રાજસ્થાન નો હોવાનું જણાવેલ પોલીસે તપાસ કરતા સંતરા ભરેલા કેરેટો અને ખાલી કેરેટો ની હટાવતા દારૂની પેટીઓ જોવા મળી હતી. પૂછપરછ કરતા આ જથ્થો તેના ફુવા જગદીશ સદરામ બિષ્નોઈ રે ગોમી સાંચોર રાજસ્થાન દ્વારા આ ટ્રક આપી વડોદરા ખાતે આપવા મોકલ્યો હોવાનું જણાવેલ અને ટ્રિપ ના રૂ ૪૦,૦૦૦/ આપવાના હોવાનું જણાવેલ.પોલીસે ગણતરી કરતા દારૂ ની ૧૮૫ અને બિયરની ૪૧૬ પેટીઓ કુલ મળીને ૬૦૧ પેટીઓ કુલ ૧૨,૨૦૪ નંગ રૂ ૪૨,૩૯,૧૨૦/ તથા સંતરા કેરેટ ૧,૧૦,૦૦૦/ તથા ખાલી કેરેટ નંગ ૧૭૬ રૂ ૧૦,૦૦૦/ મોબાઈલ રૂ ૫,૦૦૦/ તાડપત્રી અને દોરડું રૂ ૧,૨૦૦/ મળી કુલ રૂ ૫૩,૫૯,૮૨૦/નો પ્રોહી મુદામાલ નો કબજે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો પોલીસે બન્ને ઈસમો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!