BANASKANTHAGUJARATPALANPUR

ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ બનાસકાંઠા પાલનપુર ના બાળકોનો પાલનપુર આઈટીઆઈ અને બનાસ ડેરી ની મુલાકાત લઈ જાણકારી મેળવી

18 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

બનાસકાંઠા જિલ્લા ખાતે આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,પાલનપુર ખાતે અનાથ, નિરાધાર, એક વાલીવાળા,ત્યજાયેલા, મળી આવેલા, શોષણના ભોગ બનેલા,કુટુંબ કે આશ્રય વિહોણા તેમજ અક્ષમ માતા-પિતા કાળજી, સંભાળ અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોને રહેઠાણ, ભોજન, આરોગ્ય અને શિક્ષણ સાથે અન્ય પુરતી સુવિધાઓ મળી રહે છે તેમજ તેમના હિતોનુ રક્ષણ થાય તથા તેમના વિકાસ માટે પુરતો અવકાશ મળી રહે તેના માટે કામગીરી કરે છે આ બાળકોનો શૈક્ષણિક,બૌદ્ધિક વિકાસ થાય તેમજ અવનવું જાણી શકે તે અનુલક્ષી ને તા.16 માર્ચ ને શનિવાર ના રોજ પાલનપુર ખાતે આવેલ ઔધોગિક તાલીમ સંસ્થા (I.T.I કોલેજ) ના વિવિધ વિભાગ (ટ્રેડો)ની મુલાકાત કરવામાં આવી તેમજ વિવિધ ટ્રેડો વિશે મહિગાર થયા અને તા.17 માર્ચ ના રોજ પાલનપુર ખાતે આવેલ બનાસડેરી ની મુલાકાત કરવામાં આવી જેમાં બનાસ ડેરી ના સલાહકાર દ્વારા બનાસ ડેરી ઇતિહાસ વિશે તેમજ વિવિધ પ્લાન્ટો ની મુલાકાત કરાવી અને વિવિધ પ્લાન્ટો માં બનતી દૂધ ની વિવિધ ચીજવસ્તુઓ કેવી રીતે બને છે તેમજ તેનું પેકીંગ કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે બાળકો માહિતગાર થયા તેમજ બનાસડેરી સહકાર થી અન્નપૂર્ણા ભવન ખાતે બાળકો ભોજન કર્યું અને બાળકો એ આઈસ્ક્રીમ ખાઈ આનંદ પ્રાપ્ત કરેલ બાળ કલ્યાણ સમિતિ બનાસકાંઠા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ના સહકારથી ITI કોલેજ તેમજ બનાસ ડેરી ની મુલાકાત નો કાર્યક્રમ ખુબ સફળ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!