BANASKANTHAGUJARATPALANPUR

આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી. એલ. પરી કોલેજ ઓફ કોમર્સ ખાતે ગ્રંથાલય ઓરિયન્ટેશન પ્રોગ્રામ યોજાયો

1 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર: બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ તથા સી. એલ. પરી કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે તા. 29-08-2026ના રોજ એમ.એસસી.ના વિદ્યાર્થીઓ માટે ગ્રંથાલય ઓરિયન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત પ્રી. ર્ડા. વાય. બી. ડાબગર, પ્રોફેસર પી. વી. મોઢ અને પ્રોફેસર કે. પી. પટેલ સાથે બી.એસ.સી. /એમ.એસસી.ના વિદ્યાર્થીઓએ કોલેજના ગ્રંથાલયની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગ્રંથાલયના ગ્રંથપાલ ડો. સમીર ચૌધરીએ વિદ્યાર્થીઓને ગ્રંથાલયની વિવિધ સેવાઓ, સુવિધાઓ અને કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત તેમજ પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું. ડો. સમીર ચૌધરીએ વિદ્યાર્થીઓને ગ્રંથાલયમાંથી પુસ્તકો મેળવવાની અને પરત કરવાની પ્રક્રિયા, પુસ્તકોની વિષયવાર તથા કબાટવાર ગોઠવણી, જરૂરી પુસ્તક કેવી રીતે શોધવું, ગ્રંથાલયના ઓનલાઇન મોડ્યુલ્સનો ઉપયોગ કેવી રીતે કરવો વગેરે બાબતો પ્રેક્ટિકલી સમજાવી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓને ગ્રંથાલયમાં ઉપલબ્ધ ઈ-રિસોર્સિસ, ઈ-બુક્સ, ડિજિટલ શૈક્ષણિક સામગ્રી તથા કમ્પ્યુટર લેબની સુવિધાનો અભ્યાસ અને સંશોધન માટે કેવી રીતે અસરકારક રીતે ઉપયોગ કરી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓને ગ્રંથાલયના વિવિધ વિભાગોની મુલાકાત કરાવી પુસ્તક વ્યવસ્થાપન, રેફરન્સ સેવાઓ, ડિજિટલ સ્રોતો અને કમ્પ્યુટર આધારિત શૈક્ષણિક સુવિધાઓ અંગે જીવંત પ્રદર્શન દ્વારા સમજ આપવામાં આવી હતી. આથી વિદ્યાર્થીઓને માત્ર પરંપરાગત પુસ્તકો જ નહીં પરંતુ આધુનિક ઈ-રિસોર્સિસ અને ટેક્નોલોજી આધારિત ગ્રંથાલય સેવાઓનો પણ મહત્તમ લાભ લઈ શકાય તેવો પરિચય મળ્યો હતો.આ ઓરિયન્ટેશન કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગ્રંથાલય પ્રત્યે જાગૃતિ વધારવી, અભ્યાસ તથા સંશોધન માટે ઉપલબ્ધ પ્રિન્ટ અને ડિજિટલ સ્રોતોનો યોગ્ય ઉપયોગ શીખવવો અને સ્વઅધ્યયનની પ્રવૃત્તિને વધુ મજબૂત બનાવવાનો હતો. વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમ ખૂબ જ માહિતીપ્રદ, પ્રેરણાદાયી અને ઉપયોગી રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!