AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં મિલ્કત સંબંધી ગુનાનો નાસતો ફરતો આરોપીને શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા(IPS) ડાંગ-આહવાનાઓની રાહબરી હેઠળ મિલ્કત સંબંધી ગુનાઓ આચરનાર આરોપીઓ તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટેની સુચના મળતા વિભાગીય પોલીસ અધિકારી એસ.જી.પાટીલ, ડાંગ-આહવા નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ ડાંગ જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજનની ટીમ ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરના ગામડાઓમાં વોચ-તપાસ તથા નાકાબંધી અંગે પેટ્રોલીંગમાં હતા.આ દરમ્યાન લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આધારભુત પાક્કી અને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, સને-2023નાં મોટર સાયકલ ચોરીના ગુનામાં નાસતો-ફરતો વોન્ટેડ આરોપી રોશનભાઈ કૈલાશભાઈ ગાંગોર્ડે રહે.સાવરપાડા (મહારાષ્ટ્ર) વાળો હાલમાં માદલબારી ગામના બસસ્ટેશન પાસે એક રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગરની મોટર સાયકલ સાથે ઊભો છે.જે બાતમી આધારે એલ.સી.બી.પી.એસ.આઈ.કે.જે.નિરંજનની ટીમે સદર ઈસમને કોર્ડન કરી પકડી પાડી આરોપીના હવાલાની નંબર પ્લેટ વગરની મોટર સાયકલના જરૂરી કાગળોની માંગણી કરતા સંતોષકારક જવાબ આપેલ નહી.જેથી સદર મોટર સાયકલ અંગે વધુ શંકા જતા વાહનની આહવા પોલીસ સ્ટેશનમાં રેકર્ડ ઉપર ખાતરી કરી તપાસ કરાવતા સદર વાહન આહવા પોલીસ સ્ટેશન ગુ.ર.ન. પાર્ટ “એ” 11219002230326/2023 ઈ.પી.કો. કલમ. 379 મુજબ મોજે. પિપલ્યામાળ ગામથી ચોરીમાં ગયેલ વાહન હોય જે વાહન કબ્જે કરી સદર વણશોધાયેલ ગુનો ડીટેક્ટ કરી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

Back to top button
error: Content is protected !!