GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલના કબ્રસ્તાન તરફ જવાના રોડ ઉપર ગંદા પાણીની રેલમછેલ.સ્થાનિક રહીશો જાતે સફાઈ કરવા મજબૂર.!
તારીખ ૦૯/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ મુસ્લિમ સમાજના નૂરાની કબ્રસ્તાન તરફ જવાના રસ્તા ઉપર ચાર દિવસથી ગટરના ગંદા પાણી ઉભરાતા માર્ગ પર ગટરના પાણીના રેલમછેલ જોવા મળી રહ્યો છે અને સમગ્ર રસ્તા પર ગંદાં પાણી જ પાણી ફેલાયેલું હોય સ્થાનિક રહીશોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે જ્યાં મુસ્લિમ સમાજ માટે કબ્રસ્તાન અને દરગાહ તરફ જવાના રોડ હોય ઇબાદત કરવા જતાં શ્રધ્ધાળુઓને ગંદકી સહન કરવાનો વારા આવ્યો છે ત્યારે સમગ્ર રોડ ફરતે ગટરનું ગંદું પાણી ફરી વળતાં છતાં પણ તંત્રનું પેટનું પાણી નહીં હાલતા આ વિસ્તારના લોકો ધાર્મિક સ્થળો પર જતા શ્રધ્ધાળુઓને માટે રોડ ઉપર પર વહેતા ગટરના ગંદા પાણી જાતે સાફસફાઈ કરી પાલીકા તંત્ર સામે રોષ વ્યક્ત કરી આ રસ્તો ચોકખો કરતા નજરે પડ્યા હતા.