AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાંથી ગેરકાયદેસર મહારાષ્ટ્ર ખાતે મંડીમાં લઈ જતા 7 બળદો સાથે આરોપીઓની અટક

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા સુબીર તાલુકાનાં માળગા ગામથી બીલબારી ગામની વચ્ચે આવેલ બારીનાઆંબા ખાતેથી ગેરકાયદેસર મંડીમાં લઈ જતા 7 બળદો સાથે આરોપીઓની આહવા પોલીસની ટીમ દ્વારા અટકાયત કરવામાં આવેલ છે.તેમજ કાયદામાં સંઘર્ષમાં આવતા એક કિશોર સહિત 5 વ્યક્તિઓ વિરુદ્ધ આહવા પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.આહવા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ, ગૌરક્ષકો એ પોલીસને વર્ધી બાતમી આપી હતી કે,ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં માળગા ગામથી બીલબારી ગામની વચ્ચે આવેલ બારીના આંબા નામે ઓળખાતી જગ્યાએ જાહેર રોડ ઉપર ચાલતા ચાલતા બે ઇસમો સાત બળદો સાથે માળગા ગામથી નકટ્યાહનવત નાકા સુધી લઇ જઈ રહ્યા હતા.તેવી વર્ધી મળતા આહવા પોલીસ સ્ટાફના માણસો જગ્યાએ પહોંચ્યા હતા.ત્યારે આહવા પોલીસની ટીમે સ્થળ પર હાજર સુરેશભાઈ સોમાભાઈ પવાર (ઉ.વ-36 રહે.માળગા ગામ હનુમાન મંદિર ફળીયુ તા.સુબીર જી.ડાંગ)  તથા શુકરભાઈ બાજુભાઈ સુર્યવંશી (ઉ.વ.-32 રહે.માળગા ગામ હનુમાન ફળીયુ તા.સુબીર જી.ડાંગ ) ને બળદ ક્યાથી લાવેલ તે બાબતે પુછતા તેઓ બંન્ને જણાએ જણાવેલ કે, માળગા ગામે હાજર હતા તે વખતે નાંદનપેડા ગામના આકીલભાઈ નઝીરભાઈ વાની તથા તેમના 14 વર્ષીય છોકરા (કાયદાના સંઘર્ષમાં આવતો કિશોર) તથા હસનભાઈ જુમ્માભાઈએ   નાદનંપેડા ગામથી ચાલતા-ચાલતા તેમની સાથે સાત બળદો લઈને તેમના ઘરે આવેલ અને જણાવેલ કે આ સાત બળદો વારસા ખાતે રહેતા છોટેભાઇને ઘરે લઈ જવાના છે.જેથી સુરેશભાઈ અને શુક્કરભાઈ વારસા (મહારાષ્ટ્ર) ખાતે સાત બળદો લઇ જતા હતા તે વખતે માળગા ગામથી આગળ બારીનાઆંબા નામે ઓળખાતી જગ્યાએ ગૌ-રક્ષકોએ ઉભા રાખ્યા હતા.ત્યારે પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે.તેમજ કુલ 70 હજાર રૂપિયાની કિંમતના બળદ પણ પોલીસે કબ્જે કરેલ છે.હાલમાં આહવા પોલીસ મથકે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે..

Check Also
Close
Back to top button
error: Content is protected !!