BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

લો બોલો: ઝનોર ગામ પંચાયતના સરપંચ પોતે સભ્યને જાતિવિષયક શબ્દો બોલે અને પોતે સરપંચ નો રોફ બતાડી અન્ય સભ્ય પર ફરિયાદ કરે.

• સભ્ય નિર્માણભાઈ સોલંકીને જાતિવિષયક શબ્દો બોલતા નબીપુર પોલીસ મથકે ફરિયાદ
• ⁠સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં સરપંચ તેમજ તેમના પતિ અન્ય સભ્યો સાથે ઝપાઝપી કરતા નજરે પડ્યા
• ⁠ઝનોર ગામ પંચાયતના સરપંચ મંજુલા બેન વિરૂધ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭(૧) હેઠળ કાર્યવાહી ની નોટિસ પણ સોશિયલ મીડિયામાં વાયરલ

ઝનોર ગામ હંમેશા વિવાદોના ઘેરામાં રહ્યું છે એવીજ એક ઘટના હાલ સામે આવી છે સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ ઝનોર ગામ પંચાયતમાં ઘટ ૩૦ મી તારીખે સામાન્ય સભા હોઈ નિર્માણભાઈ સોલંકી તેમજ સરપંચ, ડે સરપંચ, તલાટી અને અન્ય સભ્યો હાજર હતા તે તે સમયે સભ્ય ધર્મવીરસિંહ રણાનાઓએ તલાટી કમમંત્રીને રજુઆત કરેલ કે યોગેશ ભાઈને નોકરીમાંથી કાઢી મુકેલ છે તેમને પરત લો તેમજ ગામમા જે પણ વિકાસના કામો થાય છે તે ટેન્ડર પાસ કરો અને તે પછી કામો આપો તેવી રજુઆત કરતા સરપંચ મંજુલાબેન તથા તેમના પતી બાબરભાઈ વસાવાનાઓ આ બાબતે વિરોધ કરવા લાગેલ અને તેઓ વચ્ચે બોલાચાલી થયેલ હતી. અને ત્યાર બાદ સરપંચ મંજુલાબેન તથા તેઓના પતી બાબરભાઈ તથા ડે.સરપંચ પુષ્પાબેન માછી નાઓ મીટીંગ છોડી નીચે ઉત્તરી ગયેલ હતા ત્યાર બાદ મીટીંગમા બોલાચાલી થયેલ હોય જેથી મીટીંગ રદ થયેલ હોય નિર્માણભાઈ સોલંકી આશરે પોણા એક વાગ્યાની આસપાસ પંચાયતથી ઉત્તરી તેઓના ઘરે જતા હતા તે વખતે પંચાયતની બહાર અનિતાબેન રમેશભાઈ વસાવા તથા સુશીલાબેન મોતીભાઈ માછી તથા સરપંચ મંજુલાબેન તથા તેઓના પતી બાબરભાઈ તથા તેઓના પુત્ર મુકેશભાઈ તથા ડે.સરપંચ પુષ્પાબેન તથા બીજા ગામના માણસો હાજર હોય અને સરપંચ મંજુલાબેન તથા તેઓના પતી બાબરભાઇ તથા તેઓના પુત્ર મુકેશભાઈ નિર્માણભાઈને જોઈને આ લોકો બોલવા લાગેલ કે તુ તો વિરોધ પક્ષનો સભ્ય છે. હવે પછી તારૂ પંચાયતમા કંઈ કામ નહિ થાય તારે પંચાયતમાં આવવુ નહિ. તેમ જણાવેલ અને ડે.સરપંચ પુષ્પાબેન હાજર હોય અને તેઓએ જાતિવિષયક શબ્દો બોલી તારે તો સફાઈનુ જ કામ કરવાનુ હોય તારી પંચાયતમા કોઇ જરૂર નથી તેમ કહિ આ લોકોએ ગમે તેમ ગાળો બોલાવા લાગેલ હોય જેથી નિર્માણભાઈએ ગાળો બોલાવાની ના કહેતા બાબરભાઇ તથા તેઓના પુત્ર મુકેશભાઇએ નિર્માણભાઈને જણાવેલ કે તુ જતો રે નહિ તો તને જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપવા લાગેલ હોય જેથી નિર્માણભાઈ ઘરે જતો રહેલ હતો. ત્યાર બાદ તેઓના સમાજ માં વાત કરતા પોતાની સત્તાનો દુરુપયોગ કરી જાતિવિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપનાર સરપંચ મંજુલા બેન, સરપંચના પતિ બાબર ભાઈ, તેઓના પુત્ર મુકેશ ભાઈ તેમજ ડે.સરપંચ પુષ્પા બેન વિરૂધ્ધ નિર્માણ ભાઈ એ નબીપુર પોલીસ મથકે એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે હાલ સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સરપંચ અને તેમના પતિ અન્ય સભ્યો સાથે ધમપછાડા કરતા નજરે પડી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છેકે સરપંચ મંજુલા બેન વિરૂધ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭(૧) હેઠળ કાર્યવાહી ની નોટિસ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ત્યારે જોવું એ રહ્યું કે જિલ્લા પંચાયત પણ આવા બેફામ પોતાની સત્તાનો દુરુપયોગ કરતા સરપંચ સામે ક્યારે કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું.

Back to top button
error: Content is protected !!