BANASKANTHAGUJARATKANKREJ
માધવ ચેરિટેબલ ટ્રસ્ટ તેરવાડા દ્વારા પિતા વગરના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ.
ઓગડ તાલુકાના તેરવાડા ખાતે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ દશરથજી ઠાકોર સહીત દરેક સભ્યો દ્વારા

માધવ ચેરિટેબલ ટ્રસ્ટ તેરવાડા દ્વારા પિતા વગરના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ.
.ઓગડ તાલુકાના તેરવાડા ખાતે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ દશરથજી ઠાકોર સહીત દરેક સભ્યો દ્વારા પિતા વગરના બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય તેવી કિટનું વિતરણ તેરવાડા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું. જેમાં તેરવાડા ગામના ૭૫ થી વધુ બાળકોને ટ્રસ્ટ દ્વારા સ્કૂલબેગ,ગણવેશ,ચોપડા અને શૈક્ષણિક કિટનું વિતરણ ટ્રસ્ટના હોદેદરો દ્વારા કરવામાં આવ્યું હતું.આં પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને હોદેદારો હાજર રહ્યા હતા.ટ્રસ્ટના હોદેદારોએ જણાવ્યું હતું કે તેરવાડા ગામે ગરીબ બાળકોને શિક્ષણમાં મદદરૂપ થવા માટે ટ્રસ્ટ કામગરી કરે છે.દર વર્ષે આવીજ રીતે દરેક ગરીબ બાળકોને મદદરૂપ બનવાનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530






