અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ઇસરી હાઇસ્કુલનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ, જ્યારે ઇસરી કેન્દ્રનું 97.51 ટકા પરિણામ
ધોરણ 12 સામાન્ય પ્રવાહ 2025 નું પરિણામ જાહેર થયું. જેમાં શ્રી એમયુબીહોલા પીવીએમ હાઇસ્કુલ ઇસ્ત્રી હાઈસ્કૂલનું 100% પરિણામ આવ્યું હતું જ્યારે ઈસરી કેન્દ્રનો 97.51 ટકા પરિણામ આવ્યું હતું. ઈસરી હાઈસ્કૂલના કુલ 102 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેની અંદર 64 કુમાર પાસ થયા હતા જ્યારે 38 કુમારી પાસ થઈ હતી. આમ શાળાનું 100 ટકા પરિણામ આવતા તમામ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ઇસરી હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમે પટેલ હનીબેન મહેશભાઈએ 90.14 ટકા મેળવી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો, દ્રિતીય ક્રમે ભગોરા કિરણ કુમારએ 86.42 ટકા મેળવ્યા હતા અને તૃતીય નંબર એ ખાંટ જયદીપકુમારે 82.71 ટકા મેળવી ઇસરી હાઇસ્કુલનું ગૌરવ વધાર્યું હતું.પાસ થયેલ તમામ વિધાર્થીઓ આગળ વધે અને પ્રગતિ કરે તે સાથે શાળા પરિવાર તેમજ મંડળ ધ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા