કુંવારવા ખાતે મહંતશ્રી પ્રવીણપુરીબાપુ,સંતશ્રી હરગોવનબા (કટી) અને સોહમરામબાપુએ નવ દંપતિને આશીર્વાદ આપ્યા..
કુંવારવા ખાતે મહંતશ્રી પ્રવીણપુરીબાપુ,સંતશ્રી હરગોવનબા (કટી) અને સોહમરામબાપુએ નવ દંપતિને આશીર્વાદ આપ્યા..
કુંવારવા ખાતે મહંતશ્રી પ્રવીણપુરીબાપુ,સંતશ્રી હરગોવનબા (કટી) અને સોહમરામબાપુએ નવ દંપતિને આશીર્વાદ આપ્યા..
કાંકરેજ તાલુકાના કુંવારવા ખાતે શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિની સુપુત્રી પલ્લવીના શુભ લગ્ન સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના બ.કાં.જિલ્લાના મંત્રી રમેશભાઈ પ્રજાપતિ રાજપુરના સુપુત્ર વિષ્ણુ સાથે સંવત ૨૦૮૧ ના વૈશાખવદ-૧૨ ને શુક્રવાર તા.૨૩/૦૫/૨૦૨૫ના રોજ યોજાયા ત્યારે મહંતશ્રી પ્રવીણપુરીબાપુ, સંતશ્રી હરગોવનબા (કટી) અને સંતશ્રી સોહમરામબાપુએ આશીર્વાદ આપ્યા હતા. રાજ્ય સભા,પૂર્વ સાંસદસભ્ય દિનેશભાઈ અનાવડીયા, ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ ના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ,શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ (બાર પરગણા) ગોળ સુરતના પ્રમુખ ભીમજીભાઈ પ્રજાપતિ,શ્રી બાર પારગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ,શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ,મંત્રી વાલાભાઈ પ્રજાપતિ,સહમંત્રી રમેશભાઈ પ્રજાપતિ, સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના સહસંયોજક લાલજીભાઈ કે.પ્રજાપતિ પાલનપુર, કાંકરેજ તાલુકાના મહામંત્રી રસિકભાઈ પ્રજાપતિ રાજપુર,શ્રી ચારપરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ સેંધાભાઈ પ્રજાપતિ ઉચપા, ઈદ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ,કાંકરેજ તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી કિશોરભાઈ પ્રજાપતિ, માર્કેટ યાર્ડ થરાના પૂર્વચેરમેન અણદાભાઈ પટેલ, બ.કાં.જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા,થરા સ્ટેટ માજી રાજવી હેતકરણસિંહ વાઘેલા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, થરા નગર પાલિકા પૂર્વપ્રમુખ વિનોદજી ઠાકોર, પિન્ટુજી ઠાકોર ૐ વોટર પ્લાન્ટ થરા,બલાજી રાઠોડ,રણુજા પદયાત્રીઓની સેવામાં વ્યસ્ત એવા દરેક સેવા કેમ્પના સર્વે સંચાલકો,શ્રી જલારામ મંદિર થરાના સર્વે ટ્રસ્ટીગણ અને સમગ્ર ગુજરાતની બાબારી ટીમના સર્વે મિત્રો સહીત સામાજિક-રાજકીય આગેવાનો સગાસ્નેહીજનો વિશાળ સંખ્યા પધારી નવયુગલને શુભાશિષ પાઠવ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530