GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શ્રીવ્રજગોવર્ધન વિલાસ હવેલી ના જીર્ણોધાર નુ કામ પુર્ણતાને આરે. જીર્ણોધાર કાર્યનું નિરીક્ષણ કરતા મહારાજશ્રી.

 

તારીખ ૧૫/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ખાતે શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલી ના જીર્ણોદ્ધાર નું કાર્ય ખુબજ વેગ સાથે આગળ વધી રહ્યું છે, ૪ મહિના ના ટુકા સમયગાળા મા ત્રણ મંજિલ ના બાંધકામ સાથે સિવિલ વર્ક નું કાર્ય લગભગ પુર્ણતા ના આરે આવી ગયું છે,કુશળ એનજીનિયર્સ એવં કારીગરો દ્વારા બાંધકામ ની પ્રવૃત્તિઓ આગળ વધી રહી છે ,આ ભવ્ય એવં દિવ્ય સંકુલ ના સ્વપ્નદ્રષ્ટા શ્રીગોવર્ધનનાથજી હવેલી ના ગાદીપતિ પુજ્ય ગોસ્વામી શ્રીઅભિષેકલાલજી મહારાજશ્રી ના માર્ગદર્શન હેઠળ કાલોલ વૈષ્ણવ સમાજ ના નિષ્ઠાવાન યુવાનો તેમજ હવેલી ના અધિકારીજી ખુબજ ભક્તિ ભાવ સાથે નિષ્ઠામય જવાબદારી થી બાંધકામ ની પ્રવૃત્તિ ઓ ને પોતાનું જાણી પુરતો સમય અને દેખરેખ ની સેવા આપી રહ્યા છે, આ ભવ્ય સંકુલ પોતાના દિવ્ય સ્વરૂપે આકાર લઈ રહ્યું છે , સ્થાપત્યકલા ની બેનમૂન પ્રતિકૃતિ આકાર લઈ રહી છે, જેમાં વ્રજભુમી , મેવાડ ની સ્થાપત્ય કલાનો અદ્વિતીય સંગમ થવા જઈ રહ્યો છે,પ્રાચીન થી અર્વાચીન સ્થાપત્ય ની વિવિધતા આ કલાત્મક શ્રી વ્રજગોવર્ધન વિલાસ હવેલી માં જોવા મળશે, ઉત્સવી નગરી કાલોલ ના જોવા લાયક સ્થાપત્ય માં આ ભવ્ય સંકુલ નો ચોક્કસ સમાવેશ હશે,પુજ્ય મહારાજશ્રી નાં જે સેવાકીય પ્રવૃત્તિનાં વિસ્તાર માટેનાં નક્કર આયોજનોનાં એકેડેમીક સ્તરે જે વિલક્ષણ મનોરથો હતા તે સ્વપ્નો સાકાર થવા જઈ રહ્યા છે, આ સમગ્ર ભવ્ય આયોજન નો મુળ હેતુ સ્થાપત્ય કલા દ્વારા પ્રાચીન હવેલી નિર્માણ પદ્ધતિ ના વારસા એવં સંસ્કૃતિ નો પરિચય કરાવવાનો છે, સાથે સાથે સંપ્રદાય ની સેવા પ્રણાલી સાથે સંપ્રદાય ના દિવ્ય વારસાનો બેનમૂન સ્થાપત્યનો પરિચય કરાવવાનો છે, શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ એક એવા અભિગમ કે જેમાં માત્ર વૈષ્ણવ સમાજ અને સાંપ્રદાયિકતાનો અખુટ મહાસાગર માત્ર પ્રભુ ને સમર્પિત કાર્યની નિષ્ઠામય જવાબદારી એટલે જે વૈષ્ણવ સમાજ ને અર્પણ થવા તૈયાર થતું ભવ્યાતિભવ્ય નજરાણું એટલે “શ્રીવ્રજગોવર્ધન વિલાસ”

Back to top button
error: Content is protected !!