સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે પુત્રીનું મોત થતા જમાઈ વિરુદ્ધ પિતાની ફરિયાદ
સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે પુત્રીનું મોત થતા જમાઈ વિરુદ્ધ પિતાની ફરિયાદ…..
અમીન કોઠારી:- મહીસાગર
સંતરામપુર તાલુકાના સોમાભાઇ ડામોર રહે.ભાણાસીમાલ ની દીકરી રેણુકાના લગ્ન સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે રહેતાં સુનિલ માનસિંગ ભ્રમાત જોડે આસરે ચાર વર્ષ અગાઉ થયેલ ….
રેણુકા સાસરીમાં જ રહેતી હોય તેની સાથે અવારનવાર નાનો મોટો ઝઘડો કરતો હોય અને છૂટાછેડા ની માંગણી કરતો હોવાની કબુલાત રેણુકાબેનના પિતાએ કરેલ છે.
પતિને સાસુ ને અન્યો ધવરા રેણુકા ને હેરાન ગતિ અને ત્રાસ થી, તેમજ મરનાર ના પતિને અનય સાથેના આડા સબંધથી રેણુકા ને માનસિક સારરિક ત્રાસ આપતા હોવનું સ્થાનિક રહી સોના મુખે ચર્ચાતું સાંભળવા મળેલ.
અને મરનાર રેણુકા અડચણ રૂપ હોય સાસરી પક્ષના ઘરના ઓએ ભેગામળીને તારીખ.૦૨/૦૬/૨૦૨૪ ના રોજ રેણુકાના માથાના ભાગે ઇજા કરીને તથા સરીર ના અન્ય ભાગે ઇજા ઓ કરીને રેણુકા ને ઠંડે કલેજે મોત ને ઘાટ ઉતારી દીધેલ આ ખૂનના બનાવ ઉપર ઢાંકપિછોડો કરવા રેણુકાને તેની સાસરી પક્ષના લોકો એ સારવાર અર્થે સંતરામપુર ખાનગી હોસ્પિટલમાં લઈ ગયેલ જેમાં રેણુકાને તબીબે મૃત જાહેર કરેલ.
આ બનાવ અંગે મરનાર રેણુકાના કાકા સસરા મનુ રંગજી ભ્રમાત એ ફરિયાદી ને ફોન કરીને જણાવેલ કે રેણુકાને અચાનક કઈ વાગ્યું છે અને સંતરામપુર દવાખાને લઈ જાયે છે જેથી રેણુકાના પિતા ભાઈ અને ઘરના લોકો સંતરામપુર રેણુકાને જયા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયેલ ત્યાં જોવા દોડી ગયા અને હોસ્પિટલમાં જઈને જોયું તો રેણુકા ના માથાના ભાગે વાગેલ અને લોહી નીકળતું હતું તેમજ ગળાના ભાગમાં પણ લાલ લાલ ચકામાં પડી ગયા હતા , રેણુકાને તેના સાસરી પક્ષના ઓએ માર મારી ઇજા કરી મોતને ઘાટ ઉતારી હોય ઘટનાની જાણ સંતરામપુર પોલીસ મથકે કરેલ.
સંતરામપુર પોલિસે મરનાર ના પતિ સુનિલ માનસિંગ ભ્રમાત રહે બટકવાડા વિરુદ્ધ ખુન નો ગુનો દાખલ કરીને તેણે પકડી લીધેલ છે.
અત્રે ઉલેખનિય એછે કે રેણુકાનું ખૂન એક વ્યક્તિથી થાય તેમ ના હોય અને રેણુકાની સાસરી માંજ ઘરમાં આખૂન નો બનાવ બનેલો હોય અને ખૂન ના બનાવમાં અનયો સંડોવાયેલ હોય જેમાના નામ ફરિયાદ લખાવતી વખતે ફરિયાદી એ લખાવેલ હોવા છતાં પોલિસે નહીં લખતા અનયો સંડો વાયેલ આરોપીના સગાને પોલિસે પકડેલ નહીં જેથી તારીખ ૦૩/૦૬/૨૦૨૪ ના રોજ સંતરામપુર પોલિસ મથકે આશરે ૫૦૦ ઉપરાંત પુરુસ અને મહિલા ઓનું ટોળું પોલિસ મથકે ધસી આવેલ અને અન્ય આરોપીના ઓના નામ આપેલ છે તેઓને પોલિસ કેમ પકડતી નથી તેમ કહીને ભારે આક્રોશ વ્યક્ત કરતાં સંતરામપુર પોલિસ ને નામ આપેલ હોવા છતાં નામ કેમ ફયૉદ માલખેલનહીં તેમ રજુઆત કરતા બોલતા જોવા મળતા હતા
આ ઘટના સંદભૅ માં સંતરામપુર થાણામાં મરનાર રેણુકાના પિયર પક્ષના સગા સબંધી દ્વારા ભારે હલ્લાબોલ સંતરામપુર પોલિસ સ્ટેસન માં કરતાં વાતાવરણ તંગ બની ગયેલ અને કડાણા થી પોલિસ બંદોબસ્ત મંગાવવામાં આવ્યો સંતરામપુર આવી ગયેલ
અને આ વાતાવરણ ઉગ્ર બનતું જતું હોય પોલિસ ઈન્સ્પેકટર સંતરામપુર દ્વારા આગેવાનોને ને પોલીસની ગાડી મોકલી ને શકમંદ વ્યક્તિ ઓને પોલીસ મથકે લઈ આવેલ હોવાનું જોવા મળતું હતી આ ખુન માં મરનાર ના પિતાએ જે અનય આરોપી ના નામ ફરિયાદ આપતી વખતે જણાવેલ તે નામો નહીં લાખવાનું પોલીસ નું સુ પ્રયોજન હોઈ શકે ? તેવી લોક ચર્ચા એ ભારે જોર પકડેલ છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે,
બટકવાડા ગામે બનેલ ખુન ના ગુનામાં માં પોલીસ ની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો અને લોકોના રોષ ને જોઈને પોલીસ દ્વારા આ બનાવમાં અન્યો જે સંડોવાયેલા નાઓને શોધી પકડવા તાકીદે પોલીસ સ્ટાફ રવાના કરેલ જોવા મળતો હતો.