MAHISAGARSANTRAMPUR

મહીસાગર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી સી. વી. લટાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

મહીસાગર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી સી. વી. લટાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ.

રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેક્ટર સી. વી. લટાના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા માર્ગ સલામતી (રોડ સેફ્ટી) કમિટી’ ની અગત્યની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા, ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ મહત્વપૂર્ણ એજન્ડાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.

બેઠકની શરૂઆતમાં ગત તા. ૧૬-૦૪-૨૦૨૬ના રોજ મળેલ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધની બહાલી આપવામાં આવી હતી અને અગાઉ લેવાયેલા નિર્ણયો અંગે અત્યાર સુધી થયેલ કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગોધરા-મોડાસા હાઇવે પર મુકાયેલા સ્પીડ બ્રેકરને IRC નોર્મ્સ (નિયમો) મુજબ સુધારવા અંગે અગત્યની ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લાના માર્ગોને વધુ સુરક્ષિત બનાવવાના હેતુથી GSRDC અને SRP ના રસ્તાઓનું સત્વરે ‘રોડ સેફટી ઓડિટ’ કરાવવા અંગે પણ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. વધુમાં, નાયબ વન સંરક્ષક તરફથી મળેલ રજૂઆતને ધ્યાને લઈ સંતરામપુર રોડ પર જરૂરી સ્થાનો પર સ્પીડ બ્રેકર મુકવા બાબતે સકારાત્મક ચર્ચા કરી સંબંધિત વિભાગને સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ (GRSA) દ્વારા કરવામાં આવેલ પત્રવ્યવહાર અન્વયે કરવાની થતી કામગીરીની પણ સમીક્ષા કરાઈ હતી. ખાસ કરીને GRSA ની ટીમ દ્વારા અકસ્માત સંભવિત વિસ્તારો એટલે કે ‘બ્લેક સ્પોટ’ (Black Spot) ની વિઝિટ કર્યા બાદ, સુરક્ષા વધારવા માટે બાકી રહેલા શોર્ટ ટર્મ મેજર્સ (ટૂંકા ગાળાના પગલાં) અંગે મળેલા સૂચનો પર સત્વરે અમલવારી કરવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ વિભાગ તથા રોડ સેફ્ટી સમિતિના અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!