GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના કંડાચ ગામના ઈસમે વિડીઓ વાઈરલ કરી વેજલપુર પોલીસ ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપ.

 

તારીખ ૨૬/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના કંડાચ ગામના મનોજકુમાર રતિલાલ તુરી દ્વારા ચાર મિનિટ ઉપરાંત નો વિડીયો વાયરલ કરી વેજલપુર પોલીસ મથકના અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. વીડિયોમાં જણાવ્યા મુજબ તેઓની ૧૬૭૭ નંબર ની વાન તેઓ પોતાના ખાનગી ઉપયોગ માટે ફેરવે છે તેમ છતાં પણ દિનેશભાઈ અને સંજયભાઈ નામના ઈસમો કોઇ પણ જાતની સતા વગર તેઓને રોકી તેમની પત્નીને ગાડીમાંથી નીચે ઉતારી ગંદી ગાળો બોલી ગાડીના હેન્ડલ પર દંડો મારી વેજલપુર પોલીસ મથકે ગાડી મુકાવી ખોટો કેસ કરી રૂ ૩૩૦૦/ કાઢી લીધા અને વેજલપુર પોલીસ સ્ટેશન ની હદમાં ગાડી ફેરવવી હોય તો ભરણ આપવુ પડશે તેમ જણાવ્યું હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. પોતે નાનો કર્મચારી હોય કામ અર્થે વારંવાર વેજલપુર રોડ ઉપર થી જવુ પડે છે અને આ બન્ને ઈસમો તેનો પીછો કરી હેરાન કરે છે. વેજલપુર પોલીસ મથકે તેઓએ નિવેદન આપી દીધેલ છે તેમ છતાં પણ કોઇ પગલા લેવામાં આવ્યા નથી ઊલટું સમાધાન માટે ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે સમગ્ર ઘટના અંગે તેઓએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિધાનસભા ના ઉપાધ્યક્ષ સમક્ષ રજુઆત કરી હોવાનુ વીડિયોમાં જણાવે છે. ત્યારે આ વિડીઓ અંગે જાતજાતની ચર્ચાઓ જામી રહી છે. શુ ખરેખર આ આક્ષેપો સાચા છે? જો ન હોય તો પોલીસના નામે ગાડીઓ રોકનાર બે ઈસમો કોણ? તેવો પ્રશ્ન ઉઠ્યો છે.

Back to top button
error: Content is protected !!