GUJARATJUNAGADHKESHOD

કેશોદનાં અગતરાઈ રોડ પર આવેલ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ભોળાનાથ નાં ભંડારાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

કેશોદનાં અગતરાઈ રોડ પર આવેલ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ભોળાનાથ નાં ભંડારાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

કેશોદના બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય દિવ્ય પ્રાપ્તિ ખાતે બ્રહ્માકુમારીના મુખ્ય પ્રશાસિકા માતેશ્વરી જગદંબા સરસ્વતીના 59મી પુણ્યતિથિ નિમિત્તે ભોળાનાથ ભંડારા નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બ્રહ્માકુમારી સંસ્થાના જુદી જુદી શાખાઓમાંથી મુખ્ય સંચાલિકાઓ તથા અન્ય બ્રહ્માકુમારી શાખાના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં પધારેલા હતા ગુજરાત રાજ્ય જોન ઇન્ચાર્જ બ્રહ્માકુમારી ભારતી દીદીનાં વરદ હસ્તે ભોળાનાથ ભંડારાનું ભૂમિ પૂજન કરવામાં આવેલું હતું આ ઉપરાંત કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા તથા કેશોદના નગર શ્રેષ્ઠિઓ દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવેલું હતું ભારતી દીદીના જણાવ્યા મુજબ ભોળાનાથના ભંડારાનું દિવ્ય ભોજન લેવાથી આ ભૂમિ નું ઋણ ચૂકવ્યા બરાબર થશે આ પ્રસંગે ઉપસ્થિત રહેલ સર્વ બ્રહ્માકુમારી શાખાના કાર્યકર્તાઓ તેમજ પધારેલા સર્વ મહેમાનોને કેશોદ બ્રહ્માકુમારી દિવ્ય પ્રાપ્તિ સેન્ટર દ્વારા ભગવાનની પ્રસાદી રૂપે ભેટ અર્પણ કરવામાં આવેલ હતી આ ઉપરાંત પધારેલા અને આમંત્રિત મહેમાનોને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી હતી

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!