સંતરામપુર તાલુકાના બટકવાડાગામે પોલીસ પર હિસક હુમલો કરનારા પોલીસ પકડ થી દુર….

સંતરામપુર તાલુકાના બટકવાડાગામે પોલીસ પર હિસક હુમલો કરનારા પોલીસ પકડ થી દુર….
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર….
સંતરામપુર તાલુકા ના બટકવાડાગામે 15.04,2026.ના રોજ સાંજના આઠેક વાગે રજાત ફળીયા પાસે નદી પાસે બાઈક પર થેલામાં શંકાસ્પદ વસ્તુ લઇ જતા ઈસમો નો પીછો કરતા હોઈ બાઈક ચાલકો નદી પાસે બાઈક મૂકી નાસી જતા બુમાબુમ થી પુરુષ મહિલા નું ટોળું હાથમા મારક હથિયારો લઇ પોલીસ પર હીંચકારો જીવલેણ હુમલો કરી ને કેટલાક પોલીસવાળા ઓને ગંભીર ઇજાઓ કરેલ ને માર માંરેલ જે આ બનાવમાં પોલીસે ગુનો નોંધેલ છે.
આ બનાવને સાત દિવસ થવા છતાં પણ પોલીસ પર હુમલો કરનારા દેશી દારૂ ને ઈંગ્લીશ દારૂ નું વિતરણ ને વેચાણ કરનારા બુટલેગરો ને તેમના સાથિઓ ને આજદિન સુધી પોલિશ પકડી શકેલ નથી, તે જ બતાવે છે કે આ અસામાજિક ઈસમોને કોઈનું રાજકીય પીઠબળ તો નથી ને??? એવી લોક મૂકે ચર્ચાઓ ચાલી રહી છે.
ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી લોક ચર્ચા મુજબ, અસામાજિક પ્રવુતિ કરનારા ને દારૂ નો ધંધો કરનારાઓ એક થઇ પોલીસ પર હિંસક હુમલો કરે તે કેમ ચલાવી લેવાય?
ને આ વા તત્વો દિવસો ના દિવસો સુધી પોલીસ ની પકડ થી દૂર રહે તે કેટલે અંશે વ્યાજબી ગણાય???




