અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લીઃ બાયડ તાલુકાના દેરોલી ગામે ખેતરમાં દવા છાંટી નુકસાન પહોંચાડવા બદલ ત્રણ શખ્સો સામે બાયડ પોલીસ મથકે ફરિયાદ
જર જમીનને જોરૂ આ ત્રણ કજીયાના છોરુ એ ઉક્તિ પ્રમાણે બાયડ તાલુકાના દેરોલી ગામે વર્ષોથી ખેતીની જમીન બાબતે ચાલી રહેલા ઝઘડામાં આરોપીઓએ મગફળી અને કપાસના ઉભા પાક પર દવા અને પાવડર છાંટીને નુક્સાન પહોંચાડવાની બાયડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.બાયડ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે બાયડ તાલુકાના દેરોલી ગામે રહેતા જીવાભાઈ દાંનાભાઈ તીરગરે બાયડ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ગામની સીમમાં ખેતીની જમીન આવેલી છે. આ જમીન બાબતે ખેતીની જમીત બાબતે ચાલી રહેલા વિવાદમાં તેમને તેમના ગામના લોકો સાથે 28 ઓક્ટોબરના રોજ સાંજના સુમારે વિવાદ થયો હતો અને જે અંગે પોલીસ કેસ પણ થયેલા છે. હાઈકોર્ટમાં અપીલ પણ દાખલ કરેલી છે. કોર્ટે અપીલ પર સ્ટે આપી જમીનમાં વાવણીનો હક આપેલો છે.ફરિયાદી ચોમાસામાં દિવેલા અને કપાસનું વાવેતર કરેલું હતુ.જેમાં તેઓ જરૂરીયાત મુજબ ખાતર અને પાણી આપતા હતા. ગત તા. ૨૮ ઓક્ટોબરના રોજ ફરિયાદી ખેતરમાં બાઈક લઈને કુવા પર દિવો કરવા જતાં હતા.આ સમયે કપાસ અને દિવેલામાં પાંચેક શખ્સો કોઈ પાવડરનો છંટકાવ કરતાં જણાયા હતા.ફરિયાદીને જોઈને આ શખ્સો ભાગવા લાગ્યા ફરિયાદીએ આરોપીઓને ઓળખી લીધા હતા.બીજા દિવસે ફરિયાદીએ ખેતરમાં રહેલા વિવાદમાં કપાસ, મગફળીના વાવેતરનેનુક્સાન કર્યાની રાવ જઈને જોયુ તો કપાસ અને દિવેલાના છોડ ઉપર દવા પાવડર છાંટ્યો હોઈ પાન મુરઝાઈ ગયા હતા અને છોડને પણ નુક્સાન થયુ હતુ. જમીન બાબતે જેમની સાથે વિવાદ ચાલતો હતો તે શખ્સોએ પાકને નુક્સાન પહોંચાડવાના ઈરાદે આ કૃત્ય કર્યાનું જણાતા તેમણે ધનાભાઈ ફુસાભાઈ, દિનેશભાઈ ફુસાભાઈ, ગોવિંદભાઈ ફુસાભાઈ(તમામ રહે. દેરોલી, તા. બાયડ, જિ.અરવલ્લી) વિરૂદ્ધ બાયડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી