મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળી મોટી સફળતા
અમીન કોઠારી મહીસાગર
તા.૩/૯/૨૪
મહારાષ્ટ્રથી ચોરી કરેલ બે ફોર વ્હીલર લઈને રાજસ્થાન તરફ જતા ઈસમને ઝડપી પાડતી મહીસાગર પોલીસ
પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષકની આર વી અન્સારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સૂચના આપેલ અને માર્ગદર્શન મુજબ મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ એલ સી બી અન્સારીના વાહન ચોરી તથા મિલકત સંબંધી બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા ગુના બનતા અટકાવવા સારું એલ સી બી સ્ટાફના માણસોની ટીમ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ રાખેલ હતું પેટ્રોલિંગ દરમિયાન એલ સી બી પોલીસ સાથે પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે હેડ કોન્સ્ટેબલ ધરમેશકુમાર તથા ભવદીપસિહ પુષ્પપતસિહ નાઓને સંયુકત રીતે બાતમી મળી હતી
ચોરીની બે સફેદ કલરની hyundai કંપનીની ક્રેટા ગાડીઓ બે ઈસમો આગળ પાછળ લઈને લુણાવાડાથી મોડાસા તરફ જનાર છે તેવી માહિતીના આધારે લીંબડીયા ચોકડી પાસે વોચ ગોઠવી તપાસમાં હતા તપાસ દરમિયાન લુણાવાડા તરફથી ઉપરોક્ત વર્ણન વાળી ગાડીઓ આવતા ટ્રાફિકજામ કરી રોકી ઉભી રાખતા આગળ ચાલતી ગાડીને રોડની સાઈડમાં કરવા જતા તેની પાછળ આવતી ગાડીનો ચાલક પોતાની ગાડી મૂકીને નાશી ગયેલ અને આગળ આવતી પ્રથમ creta ગાડી ના ચાલકને પકડી પાડી જે ચાલકનું નામ ઠામપુછતા તેનું પોતાનું નામ અશોકકુમાર કેસારામ ચારણ રહે સુદર્શન નગર સોસાયટી થાણા સાચોર જિલ્લો સાચોર રાજસ્થાન મુળ રહેવાસી નેહડા ગામના થાના રોહટ જિલ્લો પાલી રાજસ્થાન નાનો હોવાનું જણાવેલ છે પાસે ગાડીના કાગળો માગતા ગલ્લા તલ્લા કરવા લાગતા અને સંતોષકારક જવાબ મળેલ ન હતો સદર ગાડીના ચાલકને કડકાઈથી પૂછતા તેઓએ બંને ગાડીઓ મહારાષ્ટ્રથી ચોરી કરેલ હોવાનું કબુલાત કરી હતી ઉપરોક્ત ઈસમને પોલીસ હવાલે કરી મહીસાગર પોલીસ ગુનો નોંધી આગળની તપાસ શરુ કરી
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel