MAHISAGARSANTRAMPUR

લુણાવાડા ખાતે મહીસાગર બ્રિજની સુરક્ષા અને ભૌતિક સ્થિતિ ચકાસવા જિલ્લા કલેક્ટરનું સ્થળ પર નિરીક્ષણ

♦ લુણાવાડા ખાતે મહીસાગર બ્રિજની સુરક્ષા અને ભૌતિક સ્થિતિ ચકાસવા જિલ્લા કલેક્ટરનું સ્થળ પર નિરીક્ષણ
**

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…

 

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે મહીસાગર બ્રિજની પ્રવર્તમાન સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાના હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી અર્પિત સાગરે પ્રત્યક્ષ મુલાકાત લીધી.વહીવટી તંત્રની નિયમિત દેખરેખ અને નિરીક્ષણની કામગીરીના ભાગરૂપે આયોજિત આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ બ્રિજની ભૌતિક સ્થિતિનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું હતું.

 

આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીની સાથે લુણાવાડાના મામલતદારશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર અને મામલતદાર દ્વારા સંયુક્ત રીતે બ્રિજના વિવિધ હિસ્સાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેની પ્રવર્તમાન સ્થિતિ અંગેની ટેકનિકલ વિગતોની ચકાસણી કરવામાં આવી.આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રિજની મજબૂતી અને તેના પરથી પસાર થતા વાહનવ્યવહારની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો રહ્યો છે.

Back to top button
error: Content is protected !!