MAHISAGARSANTRAMPUR

સંતરામપુરમાં આર્ચરી રમતના ખેલાડીની નડિયાદ હાઈપરફોર્મન્સ એકેડમી ખાતે પસંદગી.

🔸 સંતરામપુરમાં આર્ચરી રમતના ખેલાડીની નડિયાદ હાઈપરફોર્મન્સ એકેડમી ખાતે પસંદગી.

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

સંતરામપુર શહેરની શ્રી જે એન્ડ જે પટેલ પ્રાથમિક શાળા તથા મુરલીધર વિદ્યાલય ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત ઈન સ્કૂલ યોજના હેઠળ તાલીમ મેળવી રહેલા પ્રતિભાશાળી ખેલાડી વિરેન ડામોરની પસંદગી હાઈ પરફોર્મન્સ સેન્ટર નડિયાદ આર્ચરી એકેડમીમાં થતાં સમગ્ર સંતરામપુર શહેરમાંને તાલુકામાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે.

હાઈપરફોર્મન્સ સેન્ટર ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ અને પ્રતિભાશાળી ખેલાડીઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે તૈયાર કરે છે.

નડિયાદ આર્ચરી એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે યોજાયેલી કઠિન પસંદગી પ્રક્રિયા અને કસોટીમાં સફળતા પ્રાપ્ત કરીને આ ખેલાડીએ પોતાની પ્રતિભા સાબિત કરી છે.આ એકેડમીમાં ખેલાડીઓને આધુનિક રમતવિજ્ઞાન, ઉચ્ચ સ્તરની કોચિંગ સુવિધાઓ તાલીમ આપવામાં આવે છે.

વિરેન ડામોરની તથા તેમના કોચ કમલેશ વસાવાની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર શહેરના રમતપ્રેમીઓ, વાલીઓ અને લોકોએ તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દક્ષેશ કહાર સાહેબ, ઈડ્યુ સ્પોર્ટ્સ ના પ્રોજેક્ટ મેનેજર કેતુલભાઈ પ્રિયદર્શિ,ટીમ મેનેજર દેવાંગ શાહે પણ તેમને અભિનંદન પાઠવેલ હતા.

Back to top button
error: Content is protected !!