MAHISAGARSANTRAMPUR
માર્ગ સલામતી અભિયાન અંતર્ગત લુણાવાડા એઆરટીઓ ખાતે વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
માર્ગ સલામતિ અભિયાન અંતર્ગત લુણાવાડા એઆરટીઓ ખાતે વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ
અમીન કોઠારી મહીસાગર
રાજ્યમાં વધી રહેલ માર્ગ અકસ્માત નિયંત્રણમાં લાવવાં અને લોકોને માર્ગ સલામતી માટે માર્ગદર્શન મળી રહે તે માટે માર્ગ સલામતી અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે જેથી રાજ્યમાં અને જિલ્લામાં માર્ગ અકસ્માત અટકાવી શકાય.
મહીસાગર જિલ્લામાં રોડ સેફટી અભિયાન 2025 અંતર્ગત એઆરટીઓ લુણાવાડા ખાતે વડાગામ પ્રાથમિક શાળાએથી આરટીઓ કચેરીની વિઝીટ કરવા આવેલા વિદ્યાર્થીઓને આરટીઓ ઇન્સ્પેક્ટર એન કે પટેલ દ્વારા આરટીઓમાં થતી કામગીરી અને રોડ સેફટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને માર્ગ સલામતી સંકલ્પ પત્ર વાંચી વાલીની સહી લેવા માટે અપીલ કરવામાં આવી હતી.