BHUJGUJARATKUTCH

ભુજમાં કુપોષણ નિવારણ, સુવર્ણપ્રાશન સંસ્કાર, સ્ત્રીરોગ અને મેદસ્વિતા માટે સારવાર સલાહ તથા વ્યંધત્વ નિવારણ કેમ્પ યોજાશે

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૩ ઓક્ટોબર : સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૧૪/૧૦/૨૦૨૫ને મંગળવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે “સુવર્ણપ્રાશન કેમ્પ” નું આયોજન કરવામાં આવશે. જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોના શારીરિક તથા માનસિક વિકાસ અર્થે ઉત્તમ એવા “સુવર્ણપ્રાશનનાં ટીપા” નિઃશુલ્ક સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સાંજે ૪.૦૦ થી ૫.૩૦ દરમિયાન પીવડાવવામાં આવશે.’કુપોષણ નિવારણ કેમ્પ’માં કુપોષિત/ નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શક્તિવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક અને હોમિયોપેથી દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. કિશોરીઓ, ધાત્રીમાતા, ગર્ભિણીમાતા તથા વ્યંધત્વ નિવારણ માટે ખાસ પ્રકારની સમજણ તથા ઔષધ આપવામાં આવશે, તથા મેદસ્વિતા ( જાડાપણું) માટે સારવાર સલાહ કેમ્પ અને યોગ કેમ્પ કરવામાં આવશે.આ સુવર્ણપ્રાશનના ઘણા ફાયદાઓ છે, જેવા કે મેધા(બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય(શરીર સુદ્રઢ કરનાર), વર્ણ(શરીરનેના વર્ણને ઉજળો કરનાર) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળું છે. સુવર્ણપ્રાશનથી બાળકનું રોગોથી રક્ષણ થાય છે અને તે ૬ માસમાં સૃતધર (સાંભળેલી વાતને યાદ રાખવાવાળું) બને છે અર્થાત સ્મરણશક્તિ ખૂબ વધે છે એમ વૈધ પંચકર્મ વર્ગ-૧,સરકારી આયુર્વેદ હોસ્પિટલની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!