હાલોલ – બાસ્કા ગામે ભાણાની ખબર જોવા આવેલા મામાનું એસ ટી બસની અડફેટે કરુણ મોત,પરિવારજનો માં માતમ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૧.૧.૨૦૨૫
હાલોલ તાલુકાના બાસ્કા ગામે ભાનાની ખબર જોવા સાવલી થી આવેલા ઠાકોરભાઈ પાવાની મોટરસાયકલ હોટલ સર્વોત્તમ સામે એસટી બસની અડફેટે આવી જતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બસ ડ્રાઈવર બસ મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. મૃતદેહને હાલોલ ટોલ પ્લાઝા ની એમ્બ્યુલન્સ માં હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા જિલ્લાના સાવલીમાં પોઇચા ચાર રસ્તા ઉપર ચા નાસ્તા ની હોટેલ ચલાવતા ઠાકોરભાઈ અંબાલાલ પાવા આજે બપોરે તેમની મોટરસાયકલ ઉપર હાલોલ તાલુકાના બાસ્કા ગામે તેમના ભાણા જયેશભાઇ પ્રવીણભાઈ ઠાકોરની ખબર અંતર જોવા માટે આવી રહ્યા હતા. હાલોલ વડોદરા રોડ ઉપર આવેલી હોટલ સર્વોત્તમ આગળ તેઓની મોયરસાયકલ ને વડોદરા થી લુણાવાડા જતી અને હાલોલ તરફ આવતી એસટી બસ સાથે અકસ્માત નડ્યો હતો.મોટરસાયકલ એસટી બસ આગળ આવી જતા ઠાકોરભાઈ મોટરસાયકલ ઉપરથી ફંગોળાઈ રોડ ઉપર પટકાયા હતા અને તેમના ઉપર બસના પૈડાં ફરી વળતા તેઓનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.બનાવ ને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા.જ્યારે બનાવની જાણ હાલોલ રૂરલ પોલીસ ને થતા પોલીસે મૃતક ના પરિવારજનો ની ફરિયાદ લઈ એસટી બસ મૂકી જતા રહેલા ડ્રાઈવર સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.તો બનાવ અંગે ઠાકોરભાઈ ના પરિવારજનો ને અને બાસ્કા ગામે રહેતા ભાણેજ ના પરિવારજનો ને જાણ થતાં તેઓ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, મૃતકના પત્નીનું હોસ્પિટલ બહાર ભારે હૈયે આક્રંદે વાતાવરણ શોકમગ્ન બનાવી દીધું હતું.