GUJARAT

દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના મામલતદારનું હૃદય રોગના હુમલા થી મોત નીપજયું

તા.૦૯.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના મામલતદારનું હૃદય રોગના હુમલા થી મોત નીપજતા સમગ્ર મામલતદાર કચેરી સહિત દાહોદ જિલ્લા સરકારી આલમમાં સ્તબ્ધતા સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.

ગોવિંદ ગુરુ લીમડી તાલુકા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર શૈલેષભાઈ પ્રજાપતિ સવારે રાબેતા મુજબ પોતાની ફરજ પર જવા માટે ઘરેથી નીકળી મામલતદાર કચેરીએ આવી રહ્યા હતા તે સમયે રસ્તામાં એકાએક તેઓને છાતીમાં દુખાવો ઉપાડતા તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ બાત તેઓની તબિયત વધુ લથડતા તેઓને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મામલતદાર શૈલેષભાઈ પ્રજાપતિ નું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર સરકારી આલમમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. અચાનક શૈલેષભાઈ પ્રજાપતિના હૃદય રોગના હુમલાના મોતના સમાચાર સાથે પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. ગોવિંદ ગુરુ લીમડીના મામલતદાર શૈલેષભાઈ પટેલનું હૃદય રોગના હુમલા થી મોત નીપજતા દાહોદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ તેમજ તેઓના રહેણાંક સ્થળે દોડી ગયા હતા.

Back to top button
error: Content is protected !!