GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વિવિધ પડતર માગને લઈને આજથી કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકાના સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળ પર ઉતર્યા.

 

તારીખ ૦૧/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકા સસ્તા અનાજની દુકાનોના સંચાલકો (રેશન ડીલરો) તેમની લાંબા સમયથી પડતર વીસ મુખ્ય માંગણીઓ ન સંતોષાતા ૧ નવેમ્બર,૨૦૨૫થી અસહકાર આંદોલન અને વિતરણ પ્રક્રિયાથી અળગા રહેવાની જાહેરાત કરી છે. ગુજરાતની બે મુખ્ય સંસ્થાઓ – ગુજરાત રાજય ફેર પ્રાઈઝ શોપ & કેરોસીન લાઈસન્સ હોલ્ડર્સ એસોસીએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસીએશન દ્વારા આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. તેમની મુખ્ય માંગણીઓમાં કમિશન પ્રતિ કિલોએ રૂપિયા ૩ કરવું (હાલમાં રૂપિયા ૧.૫૦) અને મિનિમમ માસિક કમિશન રૂપિયા ૪૦,૦૦૦ કરવું, તેમજ પરિવારના સભ્યને ઈ-પ્રોફાઈલ માં ઉમેરીને તેમના બાયોમેટ્રિકથી લોગીન કરવાની વ્યવસ્થા આપવાનો સમાવેશ થાય છે. આ હડતાળના કારણે કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં નવેમ્બર મહિનામાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ વિતરણમાં ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છેકે કાલોલ શહેર સહિત તાલુકાના વાજબી ભાવની દુકાનના દુકાનદારોએ નવેમ્બર માસથી વિતરણ વ્યવસ્થાથી દુર રહેશે તેવું ત્રણ દિવસ પહેલા કાલોલ મામલતદાર વિકાસભાઇ પટેલ ને આવેદનપત્ર આપીને નિર્ણય લેવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!