અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
BZ ના મહાકૌભાંડના અનેક ખુલાસા : ગ્રોમર ને યુનિવર્સિટી બનાવવાનો વાયદો કર્યા પછી હાથ અધ્ધર કરી દીધા, માત્ર એકજ હપ્તો ચૂકવ્યો
મોડાસા ના સાકરીયા, અને લીંભોઇમાં કરોડો ની જમીન ખરીદી : અભ્યાસ કરતાં 4000 વિદ્યાર્થીઓ અને 300 ના સ્ટાફના ભાવિ પર પ્રશ્નાર્થ..?
Bz કૌંભાંડ મામલે તપાસ મા અનેક નવાં ખૂલાસાઑ સામે આવે છે જેમાં હવે ખરીદેલી કરોડો ની સંપતિઓ એક પછી એક સામે આવી રહી છે જેમાં મોડાસામાં સાકરીયા ગામે તેમજ લિંભોઈ ખાતે ફાર્મ હાઉસ સહીત અનેક જગાએ રોકાણ કરેલ જમીન ને લઇ ખુલાસા થયા છે
સૌથી મોટો ખુલાસો જે હિંમતનગર ખાતે ચાલતી ગ્રોમર કેમ્પસના નામે આવ્યો જેમાં ભુપેન્દ્ર સિંહ ઝાલા એ 81.50 કરોડમાં ગ્રોમર નો સોદો કર્યો હતો અને પછી માલિક બની ગ્રોમરના બદલે BZ કેમ્પરસ નામ આપ્યું હતુ અને પ્રથમ હપ્તા પેટે માત્ર 26 કરોડ આપ્યા હતાં ત્યાર પછી એક પણ હપ્તો ના ચૂકવ્યો હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમા છે જેને લઇ ગ્રોમરના ટ્રસ્ટીઓ સામે આવ્યા હતાં અને સમગ્ર મામલે ચોકસાઈ ભરી માહિતી આપી હતી હાલ તો સમગ્ર મામલે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને ફરજ બજાવતા કર્મચારીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ..? છે
હિંમતનગર મા રહેતા BZ ના CA ને CID ક્રાઇમ પૂછપરછ માટે ગાંધીનગર લઇ ગઈ છે અને તપાસ બાદ વધૂ અનેક રાજ ખૂલવાની શકયતાઓ સેવાઈ રહી છે. અરવલ્લી જીલ્લા સહીત સાબરકાંઠા ના હજારો રોકાણકારો ના જીવ અધ્ધ છે કેમ કે રોકાયેલ રૂપિયા પરત મળશે કે નહિ..? સવાલ ઊભો છે.
CID ક્રાઇમ ગાંધીનગર દ્વાર PC મા જણાવ્યું હતુ કે હાલ એક પછી એક તપાસ શરૂ છે અને જે રીતે તપાસ આગળ વધશે તેમ અન્ય એજન્સીઓ તપાસમા જોડાશે પરતું હાલ મુખ્ય સૂત્રધાર ને પકડવા અલગ અલગ 4 ટીમ બનાવવામાં આવી છે પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે