GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાની દૂધ સહકારી મંડળીઓએ આર્થિક સમૃદ્ધિ બદલ વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખીને આભાર માન્યો

તા.૨૯/૯/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશી દ્રષ્ટિ થકી દેશમાં સહકાર ક્ષેત્ર વિકાસના માર્ગે ગતિશીલ બન્યું છે. જેથી, ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે સક્ષમ બન્યા છે અને તેમની આવકમાં પણ વધારો થયો છે. ત્યારે સહકાર ક્ષેત્રની સમૃદ્ધિ સાથે પશુપાલકો અને ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ માટે આભાર વ્યક્ત કરવા રાજકોટ જિલ્લાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ પ્રધાનમંત્રીશ્રીને પોસ્ટકાર્ડ લખી રહી છે.

જેના ભાગરૂપે પડધરી તાલુકાની ઉકરડા સેવા મંડળી, જેતપુર તાલુકાની દેવકીગાલોળ મંડળી, ભેડાપીપળીયા સેવા સહકારી મંડળી લિમિટેડ અને બાવાપીપળીયા સેવા સહકારી મંડળી લિમિટેડ, જામકંડોરણા તાલુકાની દડવી સેવા સહકારી મંડળી લિમિટેડ, પારડી મંડળી તેમજ ખોડાપીપર જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડના સભ્યોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખીને તેમનો આભાર માન્યો હતો.

Check Also
Close
Back to top button
error: Content is protected !!