ભારત વિકાસ પરિષદ દ્વારા બંધણા ગામમાં મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
પાલડી, અમદાવાદ: ભારત વિકાસ પરિષદ-પાલડી શાખા દ્વારા ગામ વિકાસ યોજના અંતર્ગત 26 જાન્યુઆરી 2025ના રોજ બંધણા ગામમાં મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ કેમ્પમાં 215 દર્દીઓને બે મહિનાની દવાઓ અને 12 દર્દીઓને આંખોની તપાસ બાદ ચશ્માં પૂરા કરાયા. આ ઉપરાંત, એક દર્દીને મોટી સર્જનસીલ સારવારની જરૂર હોવાથી તેને અમદાવાદ લઈ જવા અને યોગ્ય તબીબી સારવાર માટે ડોક્ટર સાથે સંપર્ક કરાવી દેવાની ખાતરી આપી.
કેમ્પ દરમિયાન ડૉ. પરેશ પરીખ, ડૉ. પ્રભાકર ઠાકુર, ડૉ. આસ્થા ત્રિવેદી અને ડૉ. નિસર્ગ મોદીએ પોતાનો અમૂલ્ય સમય અને નિસ્વાર્થ સેવા પૂરી પાડી.
વિશેષમાં, ભારત વિકાસ પરિષદના ગુજરાત ટ્રસ્ટી ડૉ. દિનેશભાઈ અમીન અને પાલડી શાખાના મેનેજિંગ ટ્રસ્ટી હેમંતભાઈ ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા. કેમ્પના આયોજનમાં કાર્યકર્તા વીણાકાકી, હેમાબેન, પારૂલબેન અને ગજેન્દ્રભાઈએ મહત્વની ભૂમિકા ભજવી. મેડિકલ સ્ટાફમાંથી મનીષાબેન અને સાહિલભાઈએ સેવા આપી.
બંધણા ગામના યુવા પાંખના સોનુભાઈ, રાકેશભાઈ, અજયભાઈ અને ગણેશભાઈ સહિત 12 જેટલા યુવાનોના ટોળાએ કેમ્પને સફળ બનાવવામાં અગત્યનું યોગદાન આપ્યું.
આ કેમ્પના સફળ આયોજન માટે ભારત વિકાસ પરિષદે તમામ સ્વયંસેવકો, ડોક્ટરો અને યુવાનોને આભાર વ્યક્ત કર્યો હતો.