GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંધુની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ હિટ એક્શન ટાસ્ક ફોર્સ (DHATF) અંગે બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંધુની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ હિટ એક્શન ટાસ્ક ફોર્સ (DHATF) અંગે બેઠક યોજાઇ

**

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંધુની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ હિટ એક્શન ટાસ્ક ફોર્સ (DHATF) અંગે બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી.

જીએસડીએમએના સૌજન્યથી Council on Energy, Environment and Water (CEEW) દ્વારા ગુજરાત રાજ્યના પસંદ કરેલા ૧૦ સીટીનો હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે.જેમાં ઉત્તર ગુજરાતના ત્રણ શહેરો ની પસંદગીમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનો સમાવેશ કરાયો છે.

આ બેઠકમાં ઇડર તાલુકામાં ગરમીના વાતાવરણ અને તેની વિવિધતા અંગે વિસ્તારથી ચર્ચા કરી પર્યાવરણીય આડઅસરો અને તેનાથી બચાવ અંગે લોકોમાં જાગૃતી લાવવા અંગે જિલ્લા સમાહર્તાશ્રી દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સાબરકાંઠામાં કુદરતી રીતે ઇડર તાલુકામાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી ઉનાળામાં હિટ વેવનું પ્રમાણ વધુ હોય છે. અત્યંત ગરમીની સ્વાસ્થ્ય પર નોધપાત્ર અસરો જોવા મળે છે.આ હીટ એક્શન પ્લાનનો હેતુ ઉનાળાની ઋતુમાં પડતી તીવ્ર ગરમીની સ્વાસ્થ્ય ઉપર પડતી નકારાત્મક અસરો ઘટાડવાની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન,અમલીકરણ, અને સંકલન માટેનું માળખું પૂરું પાડવાનો છે.આ પ્લાનનો પ્રાથમિક ઉદેશ સંબધિત જોખમી વસ્તી કે જેમને ગરમીનાં કારણે સ્વાસ્થ્ય પર વિપરીત અસર થવાની વધારે શક્યતાઓ રહેલ છે તેમને યોગ્ય સાવચેતીનાં પગલાં લઇ શકે એ માટેનો છે.

આ બેઠકમાં ક્લાઇમેટ ચેન્જ થી મનુષ્યના સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો અને તે અટકાવ અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ઇડર પ્રાંત અધિકારીશ્રી , મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, મામલતદારશ્રી ઇડર, નાયબ બાગાયત અધિકારીશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ઇડર, ચીફ ઓફિસરશ્રી ઇડર સહિત વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!