GUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં યોજાઈ પ્રિ-મોન્સુનની તૈયારી અંગેની બેઠક*

 

અરવલ્લી

 

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

*અરવલ્લી જિલ્લામાં યોજાઈ પ્રિ-મોન્સુનની તૈયારી અંગેની બેઠક*

 

અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને મોન્સુનની તૈયારી અંગેની બેઠક યોજાઈ. બેઠકમાં આગામી વર્ષાઋતુ દરમ્યાન અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાના સમયે પુર, અતિવૃષ્ટિ, વાવાઝોડુ અને અન્ય સંભવિત આપત્તિની પરિસ્થિતિના સમયે તાત્કાલિક તકેદારીના પગલાં લઇ રાહત બચાવની કામગીરી સત્વરે હાથ ધરી શકાય તે માટે આગોતરી તૈયારી અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી.

બેઠકમાં સંબંધિત વિભાગોએ તેમની કક્ષાએથી તૈયાર કરેલ એકશન પ્લાન સાથે રાખી પોતાને લગત કાર્યક્ષેત્રની અદ્યતન વિગતોની માહિતી મેળવી લેવા સૂચન કરવામાં આવ્યા. ઉપરાંત બેઠકમાં જો ભારે વરસાદની સ્થિતિમાં માનવ મૃત્યુ, પશુમૃત્યુ થાય તો ઝડપી કામગીરી કરી સમયમર્યાદામાં તેમણે સહાય મળી જાય તે પ્રમાણે કામગીરી કરવા સૂચન કરાયા. તો જિલ્લામાં જળસ્ત્રોતની સફાઈ, આરોગ્યલક્ષી વ્યવસ્થા, સ્થળાંતરની અને આશ્રયની વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, નિવાસી અધિક કલેક્ટર ડી.વી. મકવાણા, DRDA ડાયરેક્ટર આર.એન. કુચારા સહિત જિલ્લાના અન્ય મુખ્ય અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠકમાં જિલ્લાના તમામ મુખ્ય વિભાગીય અધિકારી ઓ, મામલતદારઓ અને તાલુકા વિકાસ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!