અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ: બેડઝ થી કુણોલ નવીન બનેલ ડામર રસ્તાના માટી કામમાં વેઠ, કોન્ટ્રાક્ટરે કર્યું બુદ્ધિનું પ્રદર્શન
સરકાર રોડના રસ્તા માટે લાખો થી લઈ કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી આપતી હોય છે અને નવીન રસ્તાઓ બનતા હોય છે પરંતુ કેટલીક વાર રોડ અને રસ્તાના કામોમાં વેઠ જોવા મળતી હોય છે. કોન્ટ્રાક્ટર કેટલીક વાર રસ્તાના કામમાં કટકી પર કરી જાય છતાં ગંધ પણ ના આવે તેવો ઘાટ અરવલ્લી જિલ્લામાં જોવા મળે છે તો તે નવાઈ ની વાત નથી
ડામર રસ્તાના કામોમાં માટી કામ ફરજિયાત હોય છે પરંતુ જિલ્લાના કેટલાય વિસ્તારમાં નવીની બની ગયેલ રોડના માટી કામોમાં કાંતો વેઠ કે પછી માટી કામ થતા પણ નથી તેવા પણ રસ્તાઓ જોવા મળે છે. હાલ મેઘરજ તાલુકાના બેડઝ થી કોણોલ સુધી નો ડામર નવીન રસ્તો વર્ષો પછી બન્યો હાલ ચર્ચાઓ એ વેગ પકડ્યો છે કે આ નવીન રસ્તો એસ્ટિમેન્ટ ને આધારે બન્યો છે કે નહીં એ પણ સવાલો અને શંકાઓ ઉદ્ભવી છે. હાલ નવીન રસ્તાની બંને બાજુ માટી કામ પૂર્ણતાના આરે છે જેમા કોન્ટ્રાકટર ધ્વાર માટી ની જગ્યાએ ડુંગરના મેરિયા પથ્થર તેમજ લાલ રંગના પથ્થર વાળી માટી મોટા પથ્થરો સાથે સાડીમાં તો ઠીક પરંતુ રસ્તાની બંને બાજુ રોડ પર નાખી દેવામાં આવી છે જેના કારણે અડધી માટી તો નવીન રસ્તા પરજ ચોટી ગઈ છે જેને લઇ નવીન રસ્તો પણ હવે જૂનો લાગતો હોય તેવો ઘાટ છે કોન્ટ્રાકટર ધ્વારા માટી કામમાં મસમોટી વેઠ વારી હોય તો નવાઈ નહીં નવીન રસ્તાના કામોમાં માટી કામ ના પણ લાખો રૂપિયા હોવા છતાં ડુંગર કે મેરિયા પથ્થર નાખવાનું કારણ શું..? પરંતુ હાલ તો બેડજ થી કુણાલનો નવીન રસ્તાના માટે કામની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે આ બાબતે માર્ગ અને મકાન વિભાગ અજાણ હોય તેવો ઘાટ છે. તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી તે ખૂબ જરૂરી છે