
વિજાપુર માધવ ફાર્મ હાઉસ ખાતે કિસાન સંવાદ કાર્યક્રમમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં સભા યોજાઈ

વિજાપુરના માધવ ફાર્મ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત કિસાન મોરચા દ્વારા “કિસાન સંવાદ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જીલ્લા પંચાયત ની છ બેઠકો પંચાયત ની 26 બેઠકો પાલિકાની 24બેઠકો ઉપર ઉભેલા ઉમેદવારો અને ઓજી ગોવિંદપુરા-વિજાપુર બેઠકના ભાજપના ઉમેદવાર જીજ્ઞેશભાઈ પટેલ (બિલ્ડર)ના સમર્થનમાં યોજાયો હતો, જેમાં કિસાન મોરચા અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




આ પ્રસંગે ધારાસભ્ય સી.જે. ચાવડાએ ઉપસ્થિત લોકોને સંબોધતા તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની આવનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. તેમણે જિલ્લા પંચાયતની છ બેઠકો, તાલુકા પંચાયતની 26 બેઠકો અને નગરપાલિકાની 24 બેઠકોમાં ભાજપને વિજયી બનાવવા માટે કાર્યકરોને સક્રિય બનવા અનુરોધ કર્યો હતો.
સાથે જ, ઓજી ગોવિંદપુરા-વિજાપુર જિલ્લા બેઠકના ઉમેદવાર જીજ્ઞેશભાઈ પટેલને બહુમતીથી જીતાડવા માટે ઉપસ્થિત આગેવાનો દ્વારા જોરદાર અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ભાજપ અને કિસાન મોરચાના હોદેદારો તેમજ કાર્યકરોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.




