MEHSANAVIJAPUR

વિજાપુર-ખણુંસા રોડ પર દોડતી ઇકો કારમાં અચાનક આગ, કાર ભસ્મીભૂત

વિજાપુર-ખણુંસા રોડ પર દોડતી ઇકો કારમાં અચાનક આગ, કાર ભસ્મીભૂત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર-ખણુંસા રોડ પર મોડી રાત્રે એક ઇકો કારમાં અચાનક આગ લાગી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કારચાલકે સમયસૂચકતા દાખવતાં જાનહાનિ ટળી હતી, જોકે કાર સંપૂર્ણપણે આગની ચપેટમાં આવી જતાં અંદાજે રૂ. 5 લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ સાબરકાંઠા જીલ્લા ના વગડી ગામના રહેવાસી રાજેશસિંહ મકવાણા પોતાની ઇકો કાર (નંબર GJ-18-BQ-3544) લઈને મહેસાણા તરફ પેસેન્જર લેવા જઈ રહ્યા હતા. તે દરમિયાન વિજાપુર-ખણુંસા રોડ પર કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો અને થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ઘટનાની જાણ થતાં કારના માલિક રાજેશસિંહ મકવાણાએ 112 ઉપર ડાયલ કરતા તરત જ વિજાપુર નગરપાલિકાના ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો. જાણ મળતા જ ફાયર વિભાગના કુલદીપ ભાઈ પટેલ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
આગની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે સમગ્ર કાર તેની ચપેટમાં આવી ગઈ હતી. ફાયર ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
કારચાલક રાજેશસિંહ મકવાણાએ સમયસર કારમાંથી બહાર નીકળી અગમચેતી દાખવતાં મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર બળી જતાં અંદાજે રૂ. 5 લાખનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. ઘટનાના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!