
વિજાપુર લાડોલના રિનોવેટ થતા સ્મશાન ગૃહની ધારાસભ્ય ડો. સી.જે.ચાવડાની મુલાકાત લઈને સૂચના ઓ આપી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ ગામે રિનોવેશન હેઠળ આવેલા સ્મશાન ગૃહની ડો. સી. જે. ચાવડા દ્વારા સ્થળ પર જઈ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમણે ચાલી રહેલા સુધારણા કામોની માહિતી મેળવી અને કામની ગુણવત્તા તથા સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
ધારાસભ્યએ જણાવ્યું હતું કે ગામના નાગરિકોને સ્મશાન ગૃહ ખાતે તમામ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સ્મશાન ગૃહનું આધુનિકીકરણ થવાથી અંતિમવિધિ માટે આવનાર લોકોને વધુ સગવડ મળશે અને સ્વચ્છતા તથા વ્યવસ્થામાં સુધારો થશે.
આ પ્રસંગે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો તથા ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામજનો દ્વારા સ્મશાન ગૃહના રિનોવેશન માટે રાજ્ય સરકાર અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો



