MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકામાં ખેતી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો દબદબો, તમામ 8 ઉમેદવારો બિનહરીફ

વિજાપુર તાલુકામાં ખેતી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો દબદબો, તમામ 8 ઉમેદવારો બિનહરીફ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિ. (ખેતી બેંક)ની તાજેતરમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં વિજાપુર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલને બહુમતી સાથે બિનહરીફ સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે. વિજાપુર શાખા હેઠળની ચૂંટણી પ્રક્રિયામાં ભાજપ પ્રેરિત પેનલના કુલ 8 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારોમાં દગાવાડીયા ગામના ચૌધરી કનુભાઈ ડાહ્યાભાઈ, પામોલના ચૌધરી રામજીભાઈ હાથીભાઈ, ચૌધરી મુકેશભાઈ માનસિંહભાઈ અને ચૌધરી નારાયણભાઈ કચરાભાઈ, ફતેપુરા (પિલવાઈ)ના ચૌધરી ગોવાભાઈ પ્રભાભાઈ, બાપુપુરાના ચૌધરી નારાયણભાઈ માધેવભાઈ, સમોના ચૌધરી ચેલાભાઈ ભીખાભાઈ તથા સોલૈયા પ્રલાભાઈના ચૌધરી હાર્દિકકુમાર સોમાભાઈનો સમાવેશ થાય છે.
ભાજપ પ્રેરિત પેનલના 8 ઉમેદવારો બિનહરીફ
ખેતી બેંકની ચૂંટણીમાં વિજાપુર તાલુકા માટે ભાજપ પ્રેરિત પેનલના તમામ આઠ ઉમેદવારો સામે કોઈ હરીફ ઉમેદવાર મેદાનમાં ન રહેતા તેઓ બિનહરીફ જાહેર થયા છે. આ પરિણામને સ્થાનિક સહકારી ક્ષેત્રમાં ભાજપ પ્રેરિત પેનલની મજબૂત સ્થિતિ તરીકે જોવામાં આવી રહ્યું છે. ઉમેદવારોના બિનહરીફ થતાં સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
સ્થાનિક સહકારી ક્ષેત્રમાં ખેતી બેંક ખેડૂતો સાથે સીધી રીતે સંકળાયેલી મહત્વની સંસ્થા હોવાથી વિજાપુર તાલુકામાં બિનહરીફ થયેલી આ ચૂંટણીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!